બ્લોકને કારણે રવિવારે બે આંશિક રદ, 4 ટ્રેન એક કલાક મોડી પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ રેલવે ડિવિઝનના વાંકાનેર-અમરસર સેકશન વચ્ચે સામપર ફાટક નં.96 ઉપર લિમિટેડ હાઈટ સબ-વે બનાવવાનું કામ ચાલી રહ્યું હોય તા.7ને રવિવારે એન્જિનિયરિંગ બ્લોકના કારણે કેટલીક ટ્રેન આંશિક રદ કરી દેવામાં આવી છે તો કેટલીક ટ્રેન 20 મિનિટથી 1 કલાક સુધી મોડી પડશે. રાજકોટ મંડળના ડીઆરએમ પી.બી. નિનાવે દ્વારા જણાવાયું છે કે વાંકાનેર અમરસર સેક્શન વચ્ચે સામપર ફાટક પાસે એન્જિનિયરિંગ બ્લોકના કારણે તા.6ના ભાવનગરથી ચાલનારી ગાડી 59207 ભાવનગર-ઓખા લોકલ 7મીએ વાંકાનેર પહોંચશે. જયાં તેને શોર્ટ ટર્મિનેટ કરાશે. વાંકાનેર-ઓખા વચ્ચે આ ટ્રેન રદ રહેશે. તેમજ રવિવારે 59208 ઓખા-ભાવનગર લોકલ ઓખાના બદલે રાજકોટ સ્ટેશનથી પ્રારંભ થઇ ભાવનગર જાશે.

રાજકોટ સ્ટેશનેથી આવતી જતી 69થી વધુ રદ થયેલી ટ્રેનો 1 એપ્રિલથી ફરી શરૂ કરી છે. ત્યાં વધુ છ ટ્રેનને એન્જિનિયરિંગ બ્લોકને લીધે અસર થતાં યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આટલી ટ્રેન આંશિક રદ થશે
ભાવનગર-ઓખા લોકલ, વાંકાનેર-ઓખા વચ્ચે રદ

ઓખા-ભાવનગર લોકલ, ઓખા-રાજકોટ વચ્ચે રદ

આટલી ટ્રેન મોડી પડશે
16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ રાજકોટ-અમરસર વચ્ચે 30 મિનિટ મોડી પડશે

59548 રાજકોટ-અમદાવાદ પેસેન્જર ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે 1 કલાક મોડી

19217 બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ વિરમગામ-વાંકાનેર વચ્ચે 45 મિનિટ મોડી

22960 જામનગર-સુરત ઈન્ટરસિટી રાજકોટ-અમરસર વચ્ચે 20 મિનિટ મોડી થશે.

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ રેલવે ડિવિઝનના વાંકાનેર-અમરસર સેકશન વચ્ચે સામપર ફાટક નં.96 ઉપર લિમિટેડ હાઈટ સબ-વે બનાવવાનું કામ ચાલી રહ્યું હોય તા.7ને રવિવારે એન્જિનિયરિંગ બ્લોકના કારણે કેટલીક ટ્રેન આંશિક રદ કરી દેવામાં આવી છે તો કેટલીક ટ્રેન 20 મિનિટથી 1 કલાક સુધી મોડી પડશે. રાજકોટ મંડળના ડીઆરએમ પી.બી. નિનાવે દ્વારા જણાવાયું છે કે વાંકાનેર અમરસર સેક્શન વચ્ચે સામપર ફાટક પાસે એન્જિનિયરિંગ બ્લોકના કારણે તા.6ના ભાવનગરથી ચાલનારી ગાડી 59207 ભાવનગર-ઓખા લોકલ 7મીએ વાંકાનેર પહોંચશે. જયાં તેને શોર્ટ ટર્મિનેટ કરાશે. વાંકાનેર-ઓખા વચ્ચે આ ટ્રેન રદ રહેશે. તેમજ રવિવારે 59208 ઓખા-ભાવનગર લોકલ ઓખાના બદલે રાજકોટ સ્ટેશનથી પ્રારંભ થઇ ભાવનગર જાશે.

રાજકોટ સ્ટેશનેથી આવતી જતી 69થી વધુ રદ થયેલી ટ્રેનો 1 એપ્રિલથી ફરી શરૂ કરી છે. ત્યાં વધુ છ ટ્રેનને એન્જિનિયરિંગ બ્લોકને લીધે અસર થતાં યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...