તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News Drama Students Live The Life Of Kinner 24 Days To Justify The Character Of The Drama Depicting The Suffering Of The Erosion 075032

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રામા: કિન્નરોના દર્દને દર્શાવતા નાટકના પાત્રને ન્યાય આપવા વિદ્યાર્થીઓ 24 દિવસ કિન્નરોનું જીવન જીવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુનિવર્સિટી દ્વારા યોજાયેલા 47માં યુથ ફેસ્ટિવલમાં શહેરની 22 કોલેજના નાટકોની ભજવણી કરવામાં આવી છે. જેમાં સ્કોપા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જાનેમન નાટકની ભજવણી કરવામાં આવી હતી. આ નાટક કિન્નરના જીવન પર છે. નાટક કરવા માટે વિદ્યાર્થીઓ 24 દિવસ કિન્નર બનીને જીવ્યા હતાં. જેનું દિગ્દર્શન સપના સોલંકી અને વિશ્વદિપ ઠાકુરે કર્યુ હતું. યુથ ફેસ્ટિવલમાં હળવુ કંઠ્ય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, કાવ્યપઠન અને હસ્તકળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સમૂહગીત, શાસ્ત્રીય કંઠયસંગીત, એકપાત્રીય અભિનય અને ચિત્રકળાની સ્પર્ધાઓ રહેશે.

સમાજ કિન્નરોને અપમાનિત કરે છે ત્યારે પોતાની જાત પર નફરત થાય
વાર્તા | કિન્નરોના જીવનમાં જ્યારે બદલાવ આવે છે ત્યારે તેમને પણ જ જાણ નથી હોતી કે તેમના જીવનમાં શું થઈ રહ્યું છે. ઘણા કિન્નરો એવા હોય છે કે જેમને જબરજસ્તી કિન્નર બનાવી દેવામાં આવે છે તો કોઈ જન્મજાત જ કિન્નર હોય છે. નાટકમાં બે પાત્ર છે બસંતિ અને મુકેશ. જે પાછળથી કિન્નર બની જાય છે અને તેમનું નામકરણ કરી તેમનું નામ ગુલાબો અને બુલબુલ રાખવામાં આવે છે. સમાજ કિન્નરોને અપમાનિત કરે છે એટલે પોતાની જાત પર નફરત થાય છે.

આ નાટકમાં પરફોર્મ કરનાર સ્કોપાના વિદ્યાર્થીઓ કોલેજમાં આવવા ટ્રેનમાં અપ-ડાઉન કરે છે. ટ્રેનમાં આવતી વખતે અમે કિન્નરોનું નિરિક્ષણ કરતા હતાં. જેમાંથી આ નાટક બનાવવાનો આઈડિયા આવ્યો હતો. દોેઢ મહિનાની મહેનત કરીને આ નાટક તૈયાર કર્યું છે. - સપના સોલંકી, પરફોર્મર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો