તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રેનેજ- આરોગ્ય ખાતા વચ્ચે સંકલનનો અભાવ, મચ્છરોના કારણે પ્રજાનો મરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલ-પાલનપુર, જહાંગીરપુરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ આરોગ્ય ખાતાના અને ડ્રેનેજ ખાતાના અધિકારીઓ વચ્ચે ખો ખો ની રમત રમાઈ રહી હોય સરવાળે લોકોનો મરો થઈ રહ્યો છે. ભેંસાણ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પસાર થતી લાઈનના મેઈન હોલમાં ગાબડૂ પાડીને નુકશાન પહોંચાડી સુએઝ પાણીનો ખેતી માટે ઉપયોગ થઈ રહ્યો હોવાની ગંભીર બાબત ઉજાગર થઈ છે. તેમ છતાં કોઈ પગલાં ભરાયાં નથી. મેઈનહોલમાં ગાબડૂં પડતાં ગંદા પાણીના ભરાવાથી મચ્છરો વધ્યા છે, છતાં આરોગ્ય વિભાગ કાર્યવાહી કરવાને બદલે જવાબદારી ડ્રેનેજ ખાતા પર ઢોળી રહ્યું છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અટકવાનું નામ લેતો નથી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ કડક પગલા લે એ જરૂરી છે.

જવાબદારી ડ્રેનેજ ખાતાની છે, કાર્યવાહી તેમણે કરવાની હોય છે: આરોગ્ય વિભાગ

ઈન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડો.કેતન ગરાસિયા અને આસી.જંતુનાશક અધિકારી જે.બી.પવારે જણાવ્યું હતું કે, ભેંસાણ સુએઝ પ્લાન્ટના પાણીથી ખેતી કરાઈ છે. પાણીનો નિકાલ થતો ન હોય ભરાવાથી ક્યૂલેક્ષ પ્રકારના મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ મચ્છર વધુ કરડે છે પરંતુ કોઈ રોગચાળો થતો નથી. તેના ઉત્ત્પત્તિ સ્થાનો પર દવા છંટકાવ કરવા માટે ખેડૂતોને સમજાવવાના છે તે માટે મિટિંગ કરવામાં આવશે. આ દવાથી ખેતીને નુકશાન નથી થતું. સાથે જ 15 થી 20 જેટલા પ્લાન્ટની લાઈનો, મેઈનહોલમાં નુકશાન પહોંચાડીને સુએઝનું પાણી મેળવાઈ રહ્યું છે. આ અંગે ડ્રેનેજ ખાતાની જવાબદારી છે તેઓએ કાર્યવાહી કરવાની રહે છે.

ગાબડાં રિપેર કરાયા છે હવે નુકશાન થશે તો પોલીસ ફરિયાદ કરાશે: ડ્રેનેજ ખાતુ

ડ્રેનેજ ખાતાના સિ.એક્ઝિ. ઈજનેર ઈ.એચ.પઠાણે જણાવ્યું કે, મચ્છરોના ઉપદ્રવ અંગે ફરિયાદો આવતાં અગાઉ રાંદેર ઝોનમાં આરોગ્ય ખાતાની બેઠક પણ મળી હતી. તેમાં આરોગ્ય ખાતાએ મચ્છરોના ઉદ્દગમ સ્થાન શોધ્યા હતાં. ખેતી માટે ઈરિગેશન વિભાગ પાણી સપ્લાઈ નિયમિત કરતું ન હોય સપ્લાઈ ઠપ્પ થતાં ખેડૂતો ભેંસાણ સુએઝનું પાણી જ ખેતી માટે વાપરતાં આવ્યાં છે. પરંતુ મેઈનહોલમાં ગાબડૂ પાડીને નુકશાન પહોંચાડે છે. હાલ તો તેઓને સુચના આપી છે અને નુકશાનગ્રસ્ત લાઈન રીપેર કરી છે પરંતુ ફરી તોડી નુકશાન પહોંચાડાશે તો પોલીસ ફરિયાદ કરાશે.

ભેંસાણ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈનમાં ગાબડું પડતાં ગંદા પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છતાં કોઈ પગલાં ન લેવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો