તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં લગ્ન પહેલા શહીદો માટે દાન, પછી કન્યાદાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટા વરાછામાં અબ્રામા રોડ પર રહેતાં સોજીત્રા પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાન કરતાં પહેલા શહીદો માટે દાન કરવાનો નિર્ણય કર્યો હતો. મૂળ અમરેલી જીલ્લાના નાના લિલિયા ગામના વતની અને હાલ મોટાવરાછામાં ગોકુલધામ સામે હરીવિલામાં રહેતાં જશુમતીબેન અને લાલજીભાઇ સોજીત્રાની દીકરી અંકીતાના લગ્ન પ્રસંગે અન્ય રીત રિવાજો સામાજીક વ્યવહારો અને લગ્ન વિધિ બધી જ બાબતોમાં રાષ્ટ્રીય ભાવનાને પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું. રાષ્ટ્રીય ધર્મ માટે દીકરીનું કન્યાદાન કરતાં પહેલા દેશના શહીદ જવાનોના પરિવારો માટે 1 લાખ રૂપિયાનુ ફંડ આપીને લગ્નોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

કન્યાના પિતા લાલજીભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે લગ્ન જેવા પ્રસંગ માટે લગભગ દરેક પરિવારમાં સામાન્ય રીતે એક વર્ષથી તૈયારીઓ થતી હોય છે. અમે પણ અમારા ઘરના પ્રસંગ માટે પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી, જેમાં આપણી ભારતીય પરંપરા મુજબ વૈદિક વિધિની સાથે શાસ્ત્રોક્ત રીતે દીકરીને આપવામાં આવતી તમામ વસ્તુઓમાં સુવર્ણદાન, ભૂમિદાન, ગૌદાન વગેરે વાસ્તવિક રીતે આપવાનુ આયોજન કરાયું હતું પરંતુ, તાજેતરમાં થોડા દિવસો પૂર્વે કાશ્મીરના પુલવામા ખાતે બનેલી આતંકવાદી હુમલાની ઘટનાને લઇને અમારા આયોજનમાં થોડો ફેરફાર કરીને પહેલા શહીદ જવાનો માટે ફંડ અને પછી કન્યાદાન કરવું તેવો નિર્ણય અમરા પરિવારે લીધો હતો. વર્તમાન સમયમાં જગ્યાના અભાવે દીકરીને દાનમાં ચાંદીની અથવા સોનાની ગાય આપવામાં આવતી હોય છે. અહીં સામા પક્ષે વેવાઇને ત્યાં ગાયો રાખવા માટે ફાર્મ હાઉસની સુવિધા હોવાથી દેશી બે ગાયોનું દાન આપવામાં આવ્યું હતું. જુના સમયમાં જે રીતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગાયોને દાનમાં અપાતી તેવી રીતે સંપૂર્ણ રીતે શણગારીને આપવામાં આવી હતી. લગ્ન સમારોહ શરૂ થતા પહેલા જયજવાન નાગરીક સમિતિને શહીદોના પરિવારો માટે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. વર કન્યા સહિત લગ્ન સમારંંભમાં હાજર રહેલા તમામ મહેમાનોએ સામૂહિક રીતે રાષ્ટ્રગીતનું ગાન પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો