તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેહાદ નામે શું કર્યું જે જાણતા જ નથી, બીજા જન્મમાં એને ફરિશ્તા બનાવજો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

આર્ય વિચાર પાઠશાળા, યોગીચોક, સુરત ખાતે શામ-એ-મહેફિલ ‘આથમતી સંધ્યાનો ઉજાસ’ નામે મુશાયરો યોજવામાં આવ્યો હતો. મુશાયરાની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ દેશના શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપતી રચનાઓનું પઠન પણ તમામ કવિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત અને આસપાસના નવોદિત કવિઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ કાવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર કવિઓએ સ્વરચિત કવિતાઓ દ્વારા શ્રોતાઓને કવિતાઓનો આસ્વાદ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં કવિયત્રી પ્રજ્ઞા વશી, પ્રમોદ આહીરે, વિપુલ માંગરોળિયા ‘વેદાંત’, સુરેશ વિરાણી, સુષ્મા પોલ જેવા કવિઓની સાથે નવોદિત કવિઓ કવિ રાકેશ રાઠોડ, ‘મિત્ર’ અને આશિષ ગજ્જરે પોતાની આગવી શૈલીમાં કવિતાનું રસપાન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ પ્રશાંત સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મેહુલ પટેલ (જિયાણી) દ્વારા કરવામાં આ‌વ્યું હતું.

કાવ્ય સંમેલનમાં કવિઓએ રજૂ કરેલી રચનાઓ
ચુકી ગયેલી પળ પછી સમગ્રમાં કશું નહીં,

ઉડી ગયેલ સારસીના ચિત્રમાં કશું નહીં.

પ્રજ્ઞા વશી

આખું જીવન રહ્યો જે કરજદાર વિશ્વમાં,

વહેંચાય એના નામે પુરસ્કાર વિશ્વમાં.

પ્રમોદ આહિરે

આંખથી હૈયા સુધી, હૈયાથી બસ હોઠો સુધી,

સાવ ટૂંકો રસ્તો છે પણ ભલભલા અટવાય છે.

સુરેશ વિરાણી

જેહાદ નામે શું કર્યું જે જાણતા જ નથી,

બીજા જન્મમાં એને ફરિશ્તા બનાવજો.

રાકેશ રાઠોડ “મિત્ર”

હવે જળવાય છે સંબંધ સૌ ગરદન નમાવીને,

નહી કોઈ હાય હેલ્લો થઇ શકે મસ્તક ઉઠાવીને.

સુષમ પોળ

અમે ખુદા અને ભગવાનને જે પૂછ્યો`તો,

અમનના પ્રશ્નનો ઉત્તર સમાન આવે છે.

વિપુલ માંગરોલિયા “વેદાંત”

કરચલીઓ પાણીમાં છે કે વમળ છે,

લે આનીયે ઉંમર વધી કોણ જોશે?

અમે એક પથ્થર અરીસામાં ફેંક્યો,

તિરાડો તો ખુદમાં પડી, કોણ જોશે ?

આશિષ ગજ્જર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો