તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યા કહારે 4 મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજરાત રો સબજુનિયર, જુનિયર અને માસ્ટર મેન અને વુમેન બેંચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપમાં 400 ખેલાડીઓએ ભાગ લીધા હતો, જેમાં દિવ્યા કહારે 52 કિગ્રા કેટેગરીમાં ભાગ લઈ જુનિયર અને સિનિયર બેંચપ્રેસમાં 37.5 કિગ્રા વજન ઊંચકી ૨ ગોલ્ડ મેડલ, જુનિયર અને સિનિયર ડેડલિફ્ટમાં 100 કિગ્રા વજન ઊંચકી ૨ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. દિવ્યા કહારે 4 મેડલ મેળવ્યાં છે. એમની સાથે જ રવીના આંબલિયાએ 67.5 કિગ્રા કેટેગરીમાં ભાગ લઈ સબજુનિયર બેંચપ્રેસમાં 30 કિગ્રા વજન ઊંચકી ગોલ્ડ મેડલ અને સિનિયર બેંચપ્રેસમાં ચોથો નંબર, સબજુનિયર ડેડલિફ્ટમાં 77.5 કિગ્રા વજન ઊંચકી ગોલ્ડ મેડલ અને સિનિયર ડેડલિફ્ટમાં પણ ચોથો નંબર પ્રાપ્ત કર્યા છે. રવિના આંબલીયાએ પણ આ સ્પર્ધામાં કુલ 4 મેડલ મેળવ્યા છે. એમની આ સફળતા બદલ એમના કોચ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...