તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગો કહ્યું, આવા ભવ્ય લગ્ન અમારા ગામમાં પણ ન થયા હોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટીલાઈટના અગ્રસેન ભવનમાં ડાંગ, સોનગઢ અને વ્યારા વિસ્તારના 21 દિવ્યાંગોના સમૂહલગ્ન સંપન્ન થયા હતા. આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની મહિલાઓએ જાનૈયાનું સ્વાગત કર્યું હતું. તેની સાથે ટ્રસ્ટ દ્વારા નવયુગલોને 53 જેટલી વસ્તુ કરીયાવરમાં આપી હતી. આ ઉપરાંત દરેક યુગલને 11 હજારના બોન્ડ આપ્યા હતા.

શહેરના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આદિવાસી વિસ્તારોના દિવ્યાંગ બાળકોના સમૂહલગ્નનું આયોજન કરાય છે. આ વર્ષે મંગળવારે કરાયેલા આયોજનમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ અંગે ટ્રસ્ટના કપીશ ખાટુવાળાએ કહ્યું કે, બે ક્રિશ્ચિયન યુગલના લગ્ન સાથે સમારોહનો પ્રારંભ કરાયો હતો. તેમના માટે પાદરીની પણ વ્યવસ્થા કરાઈ હતી. ત્યારબાદ બાકીના 19 યુગલોના લગ્નનો સમારોહ ચાલ્યો હતો. આદિવાસી યુગલોએ ટ્રસ્ટના આભાર સાથે કહ્યું કે, આવા લગ્ન અમારા ગામમાં પણ ન થયા હોત. ભારતી નામની વઘઈની છોકરી સુરત બસમાં અપડાઉન કરતી હતી. નવસારીના આદિવાસી યુવક યોગેશ સાથે સંપર્ક થયો. દિવ્યાંગ ભારતી સાથે અપડાઉન કરતા યોગેશ પ્રેમમાં પડ્યો. બંનેના પરિવારજનો સંમત થઈ જતાં મંગળવારે ફેરા ફરી નવા જીવનનો પ્રારંભ કર્યો હતો.

રિલિજિયન રિપોર્ટર | સુરત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો