તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચારસંહિતાની ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલી વખત ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકોની ફરિયાદોનો 100 મિનિટમાં નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. જેમાં મતદાન મથકની આજુબાજુમાં મતદાનના દિવસે કોઈ ગેરકાયદે કામગીરી થતી હોય તો જાગૃત નાગરિક મોબાઇલ મારફતે ફોટો અથવા વીડિયો મોકલી શકશે. જે સીધો જ ચૂંટણી પંચની ઓફિસે જશે. ત્યાંથી જે તે વિસ્તારના કલેક્ટરને મોકલી અપાશે અને કલેક્ટર તુરંત કાર્યવાહી હાથ ધરશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સી-વીજી (સિટીજન્સ વિજીલેન્સ) નામથી પોર્ટલ આધારિત નવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના માધ્યમથી નાગરિકો પોતાની સતર્કતાથી મતદાનના દિવસે ફોટો કે વીડિયો દ્વારા સીધી ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી શકશે. ર૦૧૮માં પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં આ પ્રયોગ કરવામાં આવેલ. જેમાં સારો પ્રતિસાદ મળતા પંચે લોકસભાની ચૂંટણીમાં આ પ્રયોગ અમલી બનાવવાનું નક્કી કર્યું છે. સુરત સહિત ગુજરાતમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમ વખત થશે.

મતદાનના દિવસે મતદાન મથક આસપાસ ક્યાંય આચાર સંહિતાનો ભંગ થતો જણાય તો કોઇપણ નાગરિક મોબાઈલ ફોનથી તેનો ફોટો કે વીડિયો તત્કાળ ચૂંટણી પંચને મોકલી શકશે. નાગરિકની ફરિયાદ કેન્દ્રીય ચૂંટણી પંચ અને જે તે રાજયની ચૂંટણી પંચની ઓફિસમાં જોઇ શકાશે. પંચ દ્વારા તુરંત જ તે ફરિયાદ જે તે જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર)ને મોકલવામાં આવશે. કલેકટર તેની તપાસ કરાવી જરૂરી પગલાં ભરશે.નાગરિકે ફોટો કે વિડીયો અપલોડ કર્યા પછી ૧૦૦ મિનિટમાં તેનો નિકાલ કરવાની જોગવાઇ છે.

ખોટી ફરિયાદ પર પગલાં
ફરિયાદ કરનારનું નામ ખાનગી રખાશે. કોઇ નાગરિક માત્ર તંત્રને હેરાન કરવાના ઇરાદાથી ખોટી ફરિયાદ કરશે તો તેની ગંભીર નોંધ લેવાશે.કોઇપણ વ્યકિત ચૂંટણીના દિવસે મતદાન મથક આસપાસ મુસાફરોની કે પ્રતિબંધિત વસ્તુની ગેરકાયદે હેરાફેરી થતી હોય, મતદારોને પ્રલોભન અપાતું હોય, મતદાન કરતા અટકાવાતા હોય વગેરે પ્રકારની આચાર સંહિતા ભંગની ફરિયાદો બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. ફોટો અને વીડિયોના આધારે ચૂંટણી પંચને જયાંની ફરિયાદ છે તે સ્થળની માહિતી મળી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો