બીમારી છુપાવતાં હાર્ટ સર્જરીનો ક્લેમ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અગાઉની બિમારી છુપાવ્યા બાદ હાર્ટ સર્જરી કરાવનારા અરજદારનો ક્લેઇમ અગાઉ વીમા કંપનીએ પાસ કરવા ઇન્કાર કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચતા વીમા કંપનીના એડવોકેટ દર્શન શાહની દલીલો મુજબ કોર્ટે અરજી નામંજૂર કરી હતી. રાંદેરની એક ફેમિલીએ રેલીગર હેલ્થ ઇન્સ્યોરન્સ પાસેથી 40 હજારનો વીમો લીધો. જેમાં 62 વર્ષીય સાકીર શેખ(નામ બદલ્યુ છે)ને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં તેની કોરોનરી આરટરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. જેનો કલેઇમ ચૂકવવા અરજદારે વીમા કંપનીને જણાવ્યુ હતુ.