તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

19મીએ સિન્ડિકેટની બેઠક, કોલેજનાં જોડાણ સહિતના પ્રશ્નો પર ચર્ચા થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 19મીએ સિન્ડિકેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાશે. જેમાં કોલેજોને યુનિવર્સિટી સાથેના જોડાણેનો નિર્ણય કરાશે.

નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે. કુલપતિ દ્વારા પ્રોફેસરોની નિમણૂકના મુદ્દે નોટિસ પાઠવવામાં આવી રહી છે. ત્યારે 19મીએ મળનારી સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસરનો નિમણૂક અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત યુનિવર્સિટી સાથે કોલેજના જોડાણ અંગે પણ નિર્ણય લેવાશે. એલઆઇસી દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં કોલેજના જોડાણ માટે જરૂરી શરતોનું પાલન થતું ન હોય તેવી કોલેજોને શરતની પુર્તતા કરવાની શરતે જોડાણ આપવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...