આજે ચેમ્બરની મેનેજિંગની સ્પેશિયલ મીટિંગમાં ડિસ્ક્વોલિફાઇ મેમ્બરોની ગેરહાજરી માફ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેમ્બરના ચૂંટાયેલા ઉપપ્રમુખ દિનેશ નાવડિયા સહિત કુલ 49 ડિસ્ક્વોલિફાય સભ્યોની હાજરી મુદ્દે શુક્રવારે મળનારી ચેમ્બરની સ્પેશિયલ મેનેજીંગ કમિટીની મીટિંગમાં કોન્ડોન (દરગુજર) કરવામાં આવશે. ગુરુવારે મળેલી ચેમ્બરની એડમિનિસ્ટ્રેશન વિંગ, ઓફિસ બેરર્સ અને લીગલ કમિટીની મીટિંગમાં મેનેજીંગ સભ્ય નિતીન ભરુચા અને સી.એ મિતીશ મોદીની નોટિસનો જવાબ આપવા અંગેનો નિર્ણય પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.

10 મેના રોજ શુક્રવારે ચેમ્બરની સ્પેશિયલ મેનેજીંગ કમિટીની બેઠક મળવાની છે. તે પહેલા ગુરુવારે ચેમ્બરની એડમિનિસ્ટ્રેશન કમિટી, લીગલ કમિટી અને ઓફિસ બેરર્સની મીટિંગ મળી હતી. જેમાં નીતિન ભરુચાએ વકીલ ઝમીર શેખ મારફતે આપેલી લીગલ નોટિસ, ચેમ્બરની મેનેજીંગ કમિટીના સભ્ય મિતીશ મોદીએ મેનેજીંગ કમિટીની બેઠક રદ કરવા લખેલા પત્ર તથા મેનેજીંગ કમિટીના સભ્ય નિખિલ મદ્રાસીએ ચેમ્બરની આર્બિટ્રેશન કમિટીમાં ગયા વિના ચેમ્બરને લીગલ નોટિસ આપવા અને મીડિયામાં આક્ષેપો કરવા મામલે ચેમ્બરના સભ્યને સસ્પેન્ડ કરવા લખેલા પત્ર વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અંગેનો નિર્ણય આજે મળનારી સ્પેશિયલ મેનેજીંગ કમિટીની મીટિંગમાં કરવામાં આવશે.

આ સાથે ડિસ્કવોલિફાય થયેલા ઉપપ્રમુખ દિનેશ નાવડિયા સહિતના મેનેજીંગ કમિટીના સભ્યોની ગેરહાજરીને તેમના દ્વારા મોકલવામાં આવેલા રિકવેસ્ટ લેટરના આધારે હાજરી કોન્ડોન કરાશે. તેમજ તા.11મીના રોજ યોજાનારી પ્રથમ મેનેજીંગમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...