તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીબિયર્સ ભારતીય સાઇટ હોલ્ડરને હીરાના ક્વોટા પર કાપ મૂકે તેવી શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આફ્રિકન કંપનીઓને રફ ડાયમંડની સપ્લાય પૂરી પાડવા માટે તેમજ હીરાના ઓછાં પ્રોડક્શનના કારણે ડીબિયર્સે તેની મે મહિનાની સાઈટથી હીરાના ક્વોટા સપ્લાય કરવામાં ફેરફાર કર્યો છે. જેના કારણે હીરાની માંગ સામે સપ્લાય ઘટશે તો તેની કિંમતને અસર થશે.

રેપાપોર્ટના અહેવાલ પ્રમાણે, કેનેડા સ્થિત માઈનમાં વર્ષ 2018માં 35 મિલિયન કેરેટના હીરાની સામે આ વર્ષે 31 થી 33 મિલિયન કેરેટ હીરાનું ઉત્પાદન થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેની સામે આફ્રિકન સાઈટ હોલ્ડર્સની લીમીટ વધારવા માટે આ વર્ષે અન્ય સાઈટ હોલ્ડરને ક્વોટા પર કાતર ફરી શકે તેમ છે. જેને લઈને ડીબિયર્સે 13 મેથી શરૂ થનારી સાઈટ માટે એડવાન્સ નોંધણી સાઈટ હોલ્ડર્સ પાસે મંગાવવાની શરૂ કરી દીધી છે. માઇનિંગ કંપનીની ઇન્ટેન્શન ટુ ઑફર યોજના હેઠળ સાઈટ હોલ્ડરને કેટલાં હીરાની જરૂરિયાત છે. તેની જાણ એડવાન્સમાં કરી દેવાની રહેશે. જેમાંથી તેમના ક્વોટા પ્રમાણે હીરાની સપ્લાય કરાશે.

સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીએ કહ્યું કે, શહેરના મોટા ગજાના ઘણા ઉદ્યોગકારો ડીટીસીના સાઈટ હોલ્ડર્સ છે. હાલમાં જ થોડા સમય પહેલાં ડીટીસીએ રાઈટ ટુ ઓરીજનની પરવાનગી હીરા ઉદ્યોગકારોને આપી હતી. જેના કારણે હીરા ઉદ્યોગકારોને લોકલ લેવલ પર હીરા વેચવામાં સરળતા મળતે, પરંતુ સાઈટ હોલ્ડરને ક્વોટા કરતા ઓછી સપ્લાય આપવામાં આવે તો હીરાની કિંમત વધી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...