તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરેલાવાડી સંઘમાં 6 જાન્યુ.થી ધ્યાનસાધના શિબિર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા સરેલાવાડી જૈન સંઘમાં 6થી 16 જાન્યુઆરી સુધી ધ્યાન સાધના શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં મુનિ ચારિત્ર્યરત્નવિજય મહારાજ રોજ સવાર 7થી 8.15 કલાક સુધી ધ્યાન કરાવશે.

આ અંગે સંઘના નિખિલભાઈ શાહે જણાવ્યું હતું કે, આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજના કૃપાપાત્ર મુનિ ચારિત્ર્યરત્નસૂરિ મહારાજની નિશ્રામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમાં 6 જાન્યુઆરીથી રોજ સવારે 7થી 8.15 કલાક સુધી સંઘના શ્રાવકોને ધ્યાન કરાવવામાં આવશે. ત્યારબાદ તેમનું પ્રવચન યોજાશે, જેમાં ધ્યાનનું મહત્વ અને રોજબરોજના જીવનમાં ધ્યાનથી થતાં ફાયદા અંગે સમજ અપાશે. આ દરમિયાન સમવસરણ ધ્યાન, અરિહંત ધ્યાન, સાત ચક્રોને જાગૃત કરવા કુંડલીની ધ્યાન, નવકાર ધ્યાન, અર્હમ ધ્યાન, કર્મોનું ધ્યાન અને આત્માનુભૂતિનું ધ્યાન અંગે સમજ અપાશે. આ અંગે મુનિ ચારિત્ર્યરત્નવિજય મહારાજે કહ્યું કે આજની હાઈ પ્રોફાઈલ જીંદગીમાં માનવીનું મન બેચેન બની રહ્યું છે. દિવસે દિવસે તાણ વધી રહી છે, જેના કારણે ડિપ્રેશનમાં જઈ રહ્યો છે. તેમાંથી બહાર આવવું હોય તો ધ્યાન જરૂરી છે. આથી સંઘના શ્રાવકોને જૈન પદ્ધતિ અનુસાર ધ્યાન શીખવાડાશે.

અન્ય સમાચારો પણ છે...