ડીજીજીઆઈના દરોડા: 50 કરોડથી વધુના સીઝ કરાયેલાં ડોક્યુમેન્ટની તપાસ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીજીજીઆઇ દ્વારા વાપીની સિક્યુરિટી એજન્સી અને સરથાણા જકાતનાકાની કન્સ્ટ્રક્શન કંપનીને ત્યાં હાથ ધરવામાં આવેલાં સરવેમાં રૂપિયા 50 કરોડથી વધુની કિંમતના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હોવાથી આગામી સમયમાં ટેક્સચોરીનો આંક વધી શકે છે. ડીજીજીઆઇના તપાસકર્તા અધિકારીએ કહ્યું હતું કે, જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટની સ્ક્રૂટિની કરવામાં આવશે. દરમિયાન, અધિકારીઓ હાલ ડબલ બિલ-બુક રાખનારા વેપારીઓની પણ માહિતી એકત્રિત કરી રહી છે. જે વેપારીઓએ આવા કેસમાં રોકડમાં માલ ખરીદ્યો છે તેની માહિતી આઇટી વિભાગને પણ સોંપવામાં આવશે.

ડીજીજીઆઇ દ્વારા વાપીની નિશા સિક્યોરિટીઝની વાપી ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિતની ઓફિસની પણ માહિતી એકઠી કરી છે. સિક્યુરિટીઝને જે પેમેન્ટ થયા છે અને જે ટ્રાન્ઝેક્શન બતાવવામાં આવ્યા છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ કહે છે કે, જે વ્યવહારો ચોપડે નહીં બતાવીને ટેક્સચોરી કરવામાં આવી છે તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત જે ખર્ચા બતાવવામાં આવ્યા છે તેનું પણ વેરિફિકેશન કરવામાં આવશે. અધિકારીઓ કહે છે કે, ફોજદારી કાર્યવાહી કરવાનો રસ્તો પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. બીજી તરફ સરથાણા જકાતનાકા સ્થિત પરમ કન્સ્ટ્રક્શનમાં પણ તપાસ દરમિયાન જે પેમેન્ટ આવ્યું છે તે પૈકી કેટલું રોકડમાં છે અને કેટલું ચેકથી છે તેના ડેટા પણ અધિકારીઓ જમા કરી રહ્યા છે. નોંધનીય છે કે, બંને જગ્યાએ મળીને અત્યાર સુધી રૂપિયા 8.25 કરોડની ટેક્સચોરી ઝડપી પાડવામાં આવી છે.

ITને પણ માહિતી આપવામાં આવશે
સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, નિશા સિક્યુરિટીઝ દ્વારા યોગ્ય રીતે જીએસટી ભરવામાં નહીં આવતાં જે તપાસ કરાઈ છે તેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો પરથી મળેલી અને એકત્રિત કરાયેલી માહિતી આઇટી વિભાગને પણ સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...