તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછાના ઇસ્કોન મંદિરમાં 1500 કિલો ફુલથી ભગવાન સાથે ભક્તો હોળી રમ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ફાગણ સુદ પૂનમે શહેરના જહાંગીરપુરા અને વરાછા ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિન અને ગૌર પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વરાછાના માતાવાડી મંદિરમાં મૂર્તિમાન પ્રભુનાં સાંનિધ્યમાં મહાપુજા, અભિષેક કિર્તન અને મહાઆરતી કરાઈ હતી. તેની સાથે ભક્તો 1500 કિલો ફુલોથી ભગવાન સાથે હોળી રમ્યા હતા.

શહેરના ઇસ્કોન મંદિરોમાં ફાગણ સુદ પૂર્ણિમાની ગૌર પૂર્ણિમા તરીકે ઉજવણી કરાઈ હતી. આ અંગે વરાછા મંદિર મૂર્તિમાન પ્રભુએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શ્રીકૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોનમાં ફાગણ સુદ પૂનમે ગૌર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ રાધારાણીના ભાવથી થયો હતો. રાધારાણીનું એકનામ ગૌરાંગી છે. આથી ચૈતન્ય મહાપ્રભુનું એકનામ ગૌરાંગ હતું. જેનો અર્થ થાય તપેલા સોના જેવા. આથી ઇસ્કોન સંપ્રદાયમાં આ પૂર્ણિમાને ગૌર પૂર્ણિમા એટલે કે તપતા સોના જેવી પૂર્ણિમા કહે છે.

ચૈતન્ય મહાપ્રભુને શ્રીકૃષ્ણના અંશાવતાર પણ કહે છે. આથી જન્માષ્ટમીની જેમ જ કાર્યક્રમો યોજાય છે. આ પ્રસંગે વરાછાના માતાવાડી મંદિરમાં સવારે મંગળા દર્શન, ભગવાનને મહાઅભિષેક અને કિર્તનના કાર્યક્રમો યોજાયા હતા. તેની સાથે સવારથી બપોર સુધી બે હજારથી વધુ ભક્તોએ સંકિર્તન કર્યું હતં. ત્યારબાદ સાંજે આરતી પ્રવચન અને રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વૃંદાવન સહિતના ધામોમાં આ દિવસે પુષ્પદોલોત્સવ ઉજવાય છે. આથી વરાછા મંદિરમાં સાંજે 7થી 8માં ભગવાનને 1500 કિલો ગુલાબના ફુલોની પાંખડીથી અભિષેક કરાયો હતો. આ સાથે બે હજારથી વધુ ભક્તોને મહાપ્રસાદી અપાઈ હતી.

ચૈતન્ય મહાપ્રભુના આવિર્ભાવ દિનેે મહાપુજા, અભિષેક કિર્તન અને મહાઆરતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો