તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટ્યું છતાં શહેરમાં વાદળછાયા વાતાવરણથી બફારાની સ્થિતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટર્ન ડિસ્ટબનર્સની અસરના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણને કારણે ઉકળાટ અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. પરંતુ વાદળછાયા વાતાવરણ અને ઉત્તર-પૂર્વના પવનને કારણે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટબનર્સની અસર હજુ દૂર થઇ નથી. જેથી આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહે એવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 73 ટકા, સાંજે 27 ટકા નોંધાયું હતું.

પેટમાં દુખાવો, ચક્કરથી પડવાના 108ને કોલ વધ્યા
ગરમીને પગલે પેટમાં દુખાવાના અને ચક્કર આવવાના કેસ વધ્યા છે. રવિવારથી સોમવાર સાંજે છ વાગ્યા સુધીમાં ઇમરજન્સી 108 એબ્યુલન્સને 28 કોલ પેટમાં દુખાવાના અને 15 કોલ ચક્કર આવવાના મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...