તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News Despite The Complaint 40 Times The Messenger Says 39this Is The Only Way To Get Food If You Want To Eat39 074510

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

40 વખત ફરિયાદ છતાં મેસ સંચાલક કહે છે, ‘આવું જ ભોજન મળશે, ખાવું હોય તો ખાવ’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ ભોજન મામલે વિવાદ સર્જાયો હતો. આ બાબતે મેસ સંચાલકે જણાવ્યું હતું કે ખાવ કે નહીં ખાવ આ જ ભોજન મળશે. આ સાથે વિદ્યાર્થિની જણાવે છે કે ખરાબ ભોજનથી તબીયત બગડી રહી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. 40 વખત ફરિયાદ કરી છે. પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી લાગી રહ્યું છે કે મેસ સંચાલકને ફાયદો કરાવવા માટે કાર્યવાહી થતી નથી.

ભોજન માટે કોઈ પણ સિસ્ટમ નથી અને કિચનમાં પણ સાફ-સફાઈ રાખવામાં આવતી નથી. મેસ સંચાલકનું મનમાં જે આવે તે ભોજન બનાવે છે. દરરોજ ભોજનમાંથી કીડા મકોડા મળી આવતા હોય છે. ઘણી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલનું ભોજન પણ જમવાનું છોડી દીધું છે. દાળ-ભાત બનાવતી સમયે હલકી ગુણવત્તાની દાળ અને ચોખા ઉપયોગમાં લેવાય રહ્યા છે. જુલાઈમાં પણ ભોજન મામલે મોટો વિવાદ થતા કહેવાયું હતું કે હવે યોગ્ય ભોજન મળશે. પણ કોઈ સુધાર આવ્યો ન હતો. અન્ય એક વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે કે, તે વારંવાર બિમાર પડી રહી છે. તેણે તબીબને બતાવ્યું તો તેમણે કહ્યું કે ભોજન ખરાબ મળવાથી તબીયત બગડી રહી છે. ભોજન ન લઇએ તો હોસ્ટેલના અધિકારીઓ બહાર કાઢી નાખવાની ધમકી આપે છે. આ મામલે શિવાની મહારાજ ક્રેટર્સના માલિક જણાવી રહ્યા છે કે, કોઈ સુધાર નહીં આવશે. કિડાં કોઈ વખત નીકળતા હોય છે અને નીકળે છે તે સમયે ભોજન બદલી નખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો