Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેન્ડીંગ માર્કેટો અસફળ છતાં પાલિકા 76 કરોડ ખર્ચી 27 નવી બનાવવાની ફિરાકમાં
શહેરના તમામ ઝોનમાં બેથી વધુ માર્કેટો વણવપરાયેલી
શહેરમાં મુખ્ય વિસ્તાર ભાગળ-કાંસકીવાડમાં વર્ષોથી માર્કેટ બનાવી છે પરંતુ રસ્તા પર જ ધંધો થતો આવ્યાં છે. વરાછા બરોડા પ્રિસ્ટેજ, પુણા શાકમાર્કેટ, અડાજણ જૈનવાડી પાસે શાકમાર્કેટ, પાલનપુર પાટિયા શાકમાર્કેટ, કતારગામ કંતારેશ્વર શાકમાર્કેટ, કતારગામ પાર્વતીનગર શાકમાર્કેટ, સોશિયો સર્કલ, અંબાનગર શાકમાર્કેટ, અલથાણ શાક માર્કેટ, સિટી લાઈટ માર્કેટ, ઉમરા માર્કેટ, અમરોલી શાકમાર્કેટ સહિતના તમામ ઝોન વિસ્તારોમાં જૂની 30 માર્કેટોમાં 8 થી વધુ માર્કેટો વણવપરાયેલી ક્યાં તો નહિવત બરાબર ઉપયોગ થઈ રહ્યો છે.
સરકારની ગ્રાંટ મળે છે, પ્રોજેક્ટસફળ થાય તેવા પ્રયાસો કરાશે
રસ્તા પર ધંધો કરતાં તમામ વેન્ડર્સો માટે જ વેન્ડીંગ માર્કેટ સાકાર કરાઈ રહી છે તેમાં કટલરીવાળી થી લઈ દાણા-ચણા, ફ્રુટવાળા સહિતના તમામને સમાવી લેવામાં આવનાર છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે દબાણો સામે કાર્યવાહી કરવા પહેલાં તેઓ માટે વેન્ડીંગ માર્કેટો બનાવવાની રહે છે. સરકારની 100 ટકા ગ્રાંટ પણ મળે છે તેથી પ્રોજેક્ટ સફળ થાય તેવા પ્રયાસો કરાશે. પણ ચેલેન્જરૂપ પણ છે કેમકે ઘણી એવી શાકમાર્કેટો બિનઉપયોગી પડી છે અને ફેરિયાઓ ધંધો રસ્તા પર જ કરતાં આવ્યાં છે.> સોમનાથ મરાઠે, ચેરમેન, જાહેર બાંધકામ સમિતિ
આ છે પાલિકાની ખંડર વેન્ડિંગ માર્કેટો
ફેરિયાવાળા એલોટેડ જગ્યા પર જાય તે દિશામાં પ્રયાસ શૂન્ય
આ શું પાલિકાનીબ્લાઈન્ડ ગેમ ?
સુરત : વેન્ડીંગ પોલીસી હેઠળ ફેરિયાઓને રોજીરોટી મળી રહે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન પ્રમાણે કરોડોનો ખર્ચ કરીને રીઝર્વ જગ્યા પર વેન્ડીંગ માર્કેટો બનાવી હતી. જો કે તમામ ઝોનમાં ફેરિયાવાળાઓ વધુ ગ્રાહકો મળે તેની લાલચમાં રોડ પર જ અડંગો જમાવીને ઉભા રહે છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખામણ ન લઇને પાલિકા 76 કરોડના ખર્ચે 27 નવી વેન્ડીંગ માર્કેટ બનાવશે. ગોડાદરા અને વરાછામાં બે માર્કેટો બનાવવાના અંદાજ રજૂ થશે.
અંબાનગર
અડાજણ
વેન્ડીંગ પોલીસી અંતર્ગત મહાનગર પાલિકાએ માર્કેટોનું મોટું આયોજન તો કરી દીધું, પણ વાસ્તવિક સ્થિતિ જોતાં 76 કરોડ ખર્ચે 27 વેન્ડીંગ માર્કેટોનો પ્રોજેક્ટ સફળ થાય તેના પર પ્રશ્નાર્થ સર્જાય રહ્યો છે અને વેન્ડીંગ માર્કેટ સફળ જશે કે કેમ? તેવી શંકાઓ પણ સેવાઈ રહી છે. મહાપાલિકાએ 22 હજાર ફેરિયાઓનો સરવે કર્યો અને તેઓને પાલિકાના વિવિધ પ્લોટો જગ્યાઓ પર વેન્ડિંગ માર્કેટ તૈયાર કરી ત્યાં ધંધો કરવા માટે જગ્યા ફાળવશે. પરંતુ વાસ્તવિક્તા એવી છે કે, લોકો સહેલાઈથી વસ્તુ-શાકભાજી મળી રહે તે માટે રસ્તા પરથી જ શાકભાજી લેવા ટેવાયેલા છે અને ફેરિયાઓ, શાકભાજીવાળા વર્ષોથી રસ્તાઓ પર જ સરળતાથી ધંધો રળી લેતાં આવ્યાં છે ત્યારે બીજે ઠેકાણે પોતાનો ધંધો કરી રીતે કરી શકશેતે પ્રશ્ન ઉદ્ધભવ્યો છે. પાલિકાએ શાકભાજી માર્કેટો બનાવી છે પરંતુ શાકભાજીવાળા, ફેરિયાઓ ધંધો થતો ન હોય ત્યાં જતાં જ ન હોય અડાજણ જૈનવાડી સામે, સોશિયો સર્કલ, અંબાનગર, બરોડા પ્રિસ્ટેજ, પાલનપુર પાટિયા સહિતની પાલિકાની ઘણી માર્કેટો બિનઉપયોગી જ પડી છે.!
પાલિકા રિઝર્વ જગ્યા પર બાંધકામ ખર્ચ સહિત અન્ય ખર્ચના કરોડો વેડફીને વેન્ડીંગ માર્કેટો બનાવવાની તૈયારી કરે છે. જો કે એલોટ થયેલી અને બીન ઉપયોગી માર્કેટોમાં ફેરિયાવાળાઓને કેવી રીતે મોકલી શકાય તે દિશામાં કામ કરવાની જગ્યાએ અસફળ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા શા માટે ખર્ચે છે તે મોટો પ્રશ્ન છે.