બોગસ ડોક્યુમેન્ટથી જમીન પચાવવા મામલે 3 આરોપીના જામીન નામંજૂર
બોગસ ડોક્યુમેન્ટના આધારે જમીન પચાવી પાડવાના, ફરિયાદીને મારી નાખવા તેમજ ભાડૂઆતોને ડરાવી પોતાની તરફેણમાં ભાડા કરાર કરાવાના કેસમાં 3 આરોપીઓની જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે એપીપી બી.એ. દલાલે દલીલ કરી હતી.
ફરિયાદીની નાના વરાછાની જમીન પર શ્રદ્ધા રો-હાઉસના બે પ્લોટ પચાવી પાડવાના હેતુથી ગગનજી દેસાઈ, હીરાલાલ દેસાઈ અને ચિરાગ દેસાઈએ ફરિયાદીની બોગસ સહી કરીને વેચાણ કરાર કરીને આરોપી કેતન દેસાઈને વેચી દીધો હતો.આરોપીઓએ ફરિયાદી તેમજ ફરિયાદીના વહીવટકર્તાને મારી નાંખવાની ધમકી આપી હતી.