તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્ટ્રલ ઝોનમાં બે સ્થળે ડિમોલિશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

ગેરકાયદે બાંધકામોનું જંગલ ગણાતા સેન્ટ્રલ ઝોનમાં બે સ્થળે ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ચોકબજાર જુની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલી વોર્ડ નં 1 નોંધ નં 2795 વાળી મિલકતમાં મિલકતદાર દ્વારા મંજૂર પ્લાન વિરૂધ્ધ બાંધકામ કરવામાં આવ્યું હતું. આ અંગે ફરિયાદ મળતાં પાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમે મંગળવારે ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી. પાર્કિંગના ભાગમાં કરવામાં આવેલ 600 ચો.ફુટ માપવિસ્તારમાં કરાયેલ ચણતરની દિવાલો દુર કરી પાર્કિંગ ખુલ્લું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોર્ડ નં 12, નોંધ નં 346-અ, 346-બ, 347 વાળી મિલકતમાં પાંચમાં માળે ગેરકાયદે બાંધકામ તાણી દેવાયું હતું. આશરે 500 ચોરસફૂટ આરસીસી સ્લેબ સહિતનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું અને મિલકત દાર પાસેથી 60 હજાર રૂપિયા ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...