ડેમોક્રેટિક : 21 ઉમેદવાર, અત્યાર સુધી સૌથી વધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં 3 નવેમ્બર 2020ના રોજ 59મી રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. અગાઉ ટ્રમ્પની સત્તાધારી રિપબ્લિકન, મુખ્ય વિપક્ષ ડેમોક્રેટિકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની ચૂંટણી યોજાઇ રહી છે.

ડેમોક્રેટિકમાં 21 ઉમેદવાર છે. તેમાં 6 મહિલાઓ છે. પહેલાં 9 હતી. અમેરિકામાં આવું પહેલીવાર બને છે કે જ્યારે કોઇ એક પક્ષમાંથી પ્રાઇમરી ઈલેક્શનમાં આટલી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવા મેદાને છે.

સત્તાધારી પાર્ટી રિપબ્લિકનના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક બિલ વેલ્ડ વચ્ચે આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે હરીફાઈ છે. હાલ ડેમોક્રેટિકમાં 4, રિપબ્લિકનમાં 2 ચહેરા હરીફાઈમાં સામેલ થઈ શકે છે.

ડેમોક્રેટિકમાં મુખ્ય મુકાબલો બર્ની સેન્ડર્સ અને જોએ બિડેન વચ્ચે છે. જોકે હાલ ડોનેશન મની એકત્રિત કરવામાં સેન્ડર્સ, કમલા હેરિસ આગળ છે. બર્નીને 18.2, કમલાને 12 મિલિયન ડોલર મળ્યા છે.

¾, સુરત, શુક્રવાર, 10 મે, 2019

લાયકાત : નિયમ અનુસાર કોઈ પણ 35 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. શરત એટલી કે તે અમેરિકામાં 14 વર્ષ રહી હોય.

ચૂંટણી : પ્રાઈમરી ઈલેક્શન રાષ્ટ્રપતિ ચૂંટણીનું પ્રથમ પગથિયું છે. 50 રાજ્યોમાં તેના માધ્યમથી પાર્ટીઓ મજબૂત દાવેદારને શોધી કાઢે છે.

પ્રાઈમરી : આ પરંપરાગત રીત છે. મોટા ભાગનાં રાજ્યોમાં આવું જ બને છે. તેમાં સામાન્ય નાગરિકો ભાગ લે છે અને પોતાની પસંદ જણાવે છે.

કોકસ : આ પ્રક્રિયાનો પ્રયોગ એ રાજ્યોમાં થાય છે જે પાર્ટીના ગઢ છે. પાર્ટી સભ્ય ભાગ લે છે. લોકો હાથ ઊંચો કરી ઉમેદવાર ચૂંટે છે.

કન્વેન્શન : કન્વેન્શનમાં પાર્ટી ડેલીગેટ્સ ઉમેદવારની અંતિમ પસંદગી કરે છે. પછી નોમિનેશન પ્રક્રિયા થાય છે. તેના પછી બે પક્ષ સીધા સામે હોય છે.

16

અન્ય સમાચારો પણ છે...