તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોતાલાવાડી ટેનામેન્ટ મુદ્દે 13મીએ ફેંસલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોતાલાવાડી ટેનામેન્ટ મુદ્દે 13મીએ ફેંસલો

સુરત :
ગોટાલાવાડી ટેનામેન્ટમાં 14 માળને બદલે 6થી 7 માળનું જ બાંધકામની મંજૂરી મળે એમ છે. જેથી ઇજારદારે પાલિકા સમક્ષ અમુક શરત મુકી આગળ વધવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં રિ-ડેવલપમેન્ટના કારણે 1304 પરિવાર વસવાટ ખાલી કરીને હાલમાં ભાડાના મકાનમાં રહી રહ્યા છે. ઇજારદારે અસરગ્રસ્તોને માસિક ભાડું આપવાનું અગાઉ નક્કી થયું હતું. જો કે છેલ્લા ચાર-પાંચ માસથી ભાડુ પણ બંધ કરી દેતાં અસરગ્રસ્તોની હાલત કફોડી બની હતી અને પાલિકા સામે મોરચો માંડ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય અને પદાધિકારીઓએ મધ્યસ્થી કરીને આ કોકડું ઉકેલવા તાજેતરમાં બેઠક કરી હતી. જેમાં ઇજારદારની જમા સાત કરોડની ડિપોઝીટમાંથી અસરગ્રસ્તોને ભાડું ચૂકવવા સાથે પાલિકાને મળવાપાત્ર અમુક લાભ જતા કરવા સુધીની ચર્ચા થઇ હતી. જેથી ગોટાલાવાડી ટેનામેન્ટનો પ્રશ્ન હલ કરી તેનું નિરાકરણ લાવવા અંગે નિર્ણય લેવા મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી છે. સોમવારે સ્થાયી સમિતિમાં આ કામ પર નિર્ણય લેવાશે. જેના પર 1304 અસરગ્રસ્તોની મીટ મંડાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો