માનસિક બીમારીથી કંટાળી ડિંડોલીના યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસિક બીમારીથી કંટાળી ડિંડોલીના યુવકે આપઘાત કરી લેતા બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલ ડિંડોલીમાં આવેલ જયરણ છોડનગરમાં રહેતા કમલાકર નારાયણ પાટીલ (ઉ.વ.૩૫) હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન છેલ્લા ઘણા સમયથી કમલાકર માનસિક બીમાર હતો જેની સારવાર ખાનગી હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી. ગુરુવારે મોડી રાતે ઘરના રસોડામાં એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બાદ સવારે પત્ની ઉઠી રસોડામાં જતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મૃતક કમલાકરના મોત બાદ તેના બંને પુત્રો એ પિતાનું છત્ર ગુમાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...