તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાની નળિકાને નુકસાન: એરટેલને 50 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાંદેરના પાલ વિસ્તારમાં નિશાલ સર્કલ પાસે ગત રોજ બુધવારે એરટેલ કંપનીનું કેબલ લાઈન નાંખવાનું કામકાજ ચાલતું હતું ત્યારે બેદરકારી ને પગલે પાલિકાની પાણીની પાઇપલાઇનને નુકશાન પહોંચ્યું હતું. મુખ્ય પાણીની પાઇપ લાઇન ક્ષતિગ્રસ્ત બનતા રાંદેર ઝોને પાલિકાને પહોંચેલા નુકશાન બદલ રૂપિયા 50 હજાર ના દંડ વસુલવા નોટીસ ફટકારી હતી. એટલું જ નહીં પાલિકાએ સ્થળ પરથી એરટેલ કંપનીના ઇજારદારનું મશીન જપ્ત કરી લીધું હતું. પાલિકા દ્વારા મશીન જપ્ત કરવામાં આવતા કંપની દ્વારા સ્થળ પર જ રૂપિયા 50 હજારનો દંડ ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...