તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત ન થાય એટલે પપ્પા આગળ કુતરાં ભગાડતા, પાછળ હું રાઈડ કરતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

unique rides

સિટી રિપોર્ટર . સુરત

‘બેટી બચાવો બેટી પઢાવો’નો સંદેશ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી સુરતની 13 વર્ષીય ટીશા પ્રજાપતિએ 28મી માર્ચથી સાઈકલ યાત્રા કાઢી હતી. 1270 કિલોમીટરની સાઈકલ યાત્રા કરીને ટીશા બુધવારે સાંજે 4.45 કલાકે દિલ્હી પહોંચી હતી. હવે 12 માર્ચ અથવા 13 માર્ચે ટીશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને સંદેશો આપશે. સુરતથી દિલ્હી સુધીની ટીશાની 1270 કિલોમીટરની સાઈકલની સફર કેવી રહી હતી તે અંગે સિટી ભાસ્કરની ટીમે તેમની સાથે વાત કરી હતી.

જે ડાયેટ વર્ષોથી ન્હોતું કર્યું એ પણ કરવુ પડ્યું | સાયકલીંગ કરવા માટે શક્તિની જરૂરિયાત હોઈ મારે ફરજીયાત હેલ્ધી ફુડ ખાવુ પડતું. જોકે હાઈ-વે પર ઘણી વાર હેલ્ધી ફુડ પણ મળતા ન હતા. એટલે ક્યારેક ડ્રાયફુટ અને લીંબુ શરબત પી લેતી હતી. જેની વ્યવસ્થા સમાજના લોકો અલગ અલગ શહેરમાં કરી આપતા હતા. સાઈકલીંગ માટે સ્ટેમીના મેળવવા હું દૂધ પીતી હોવ છું. પણ ઘણી વાર મને હાઈ-વે પર દૂધ પણ મળી રહેતું ન હતું. ક્યારેક ઢાળ ચઢતી વખતે મોટાભાગનો સ્ટેમીના મારો પુરો થઈ જતો હતો.

ઠંડીને લીધે ત્રણ દિવસ નાહી ન હતી | 10-12 ડિગ્રી જેટલા ઠંડા તાપમાનમાં પણ સાઈકલીંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે એક વાર ઠંડીના કારણે સતત ત્રણ દિવસ સુધી ન્હાઈ પણ ન હતી.

રાજસ્થાનમાં કુતરાઓનો ત્રાસ વધારે છે. એક દિવસ હું સવારે જ્યારે હું 4.30 વાગ્યે સાઈકલ લઈને નીકળું તો ઘણી વાર કૂતરાઓ પાછળ પડ્યા હતા. જેથી હું થોડી ગભરાઈ જતા સાઈકલનું બેલન્સીંગ બગડ્યું હતું. જેને કારણે સાઈકલ પરથી પડી પણ ગઈ હતી. જોકે હેલ્મેટ અને કીટ પહેરી હોવાથી ઈજા થઈ ન હતી. છેલ્લે પપ્પા અને મિત્ર ગાડીમાંથી ઉતરીને કુતરાઓને ભગાવી દેતા અને અમે આગળ વધતા હતા. આ ઉપરાંત ઘણી વખત હાઈ-વે પર ટ્રક ડ્રાઈવર દ્વારા સતત અને મોટા હોર્ન મારતા હતા જેથી ઘણીવાર ગભરાઈને બેલેન્સીંગ બગડતા હું પડી હતી. અકસ્માત ન થાય તે માટે પપ્પા મારી આગળ કુતરા ભગડતા હતા અને હું પાછળ રાઈડ કરતી હતી.


વધારે ઠંડી હોવાના કારણે ત્રણ દિવસ સુધી હું ન્હાઈ ન હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો