તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ. ગુજરાતમાંથી રૂ. 47.19 લાખની વીજચોરી પકડાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ(જીયુવીએનએલ)ની વિજીલન્સ ટીમે 205 જેટલા વીજગ્રાહકોની વીજચોરી કરતા ઝડપી પાડી તેમને રૂ. 47.19 લાખનો દંડ કર્યો છે. જીયુવીએનએલની વિજીલન્સની ટીમે તા.25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા પીપલોદ, ચલથાણ, કોસાડ,મગદલ્લા અને ડેડીયાપાડા સબડિવીઝનનાં વિવિધ વિસ્તારોમાં વીજ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી હતી. જેમાં કુલ 3084 જેટલા વીજ જોડાણની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 205 કનેકશનમાં વીજચોરી તેમજ ગેરરીતી બહાર આવી હતી. આ તમામ કેનેકશન ધારકોને કુલ રૂ. 47.19 લાખનો દંડ કરાયો છે. જયારે સબડિવીઝનનાં કર્મચારીઓની ભુમિકા સામે સવાલો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો