તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચલથાણ હેઝાર્ડસ વેસ્ટ કેસમાં 15 સામે સમાનવ વધનો ગુનો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા| ચલથાણ ગામે9 ફેબ્રુઆરીની રાત્રે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરતી વખતે બે ભરવાડ બંધુઓના મોતની ઘટના બની હતી. આ મુદ્દે કંપની માલિકો તેમજ એજન્સીના મળી કુલ 15 વ્યક્તિ સામે બે યુવાનોના મોત બાબતે માનવવધનો ગુનો નોંધાયો છે.

હેઝાર્ડસ વેસ્ટ ખાલી કરતી વેળાએ બે યુવાનોનાં મોત થયાં હતાં
ગત 9મી ફેબ્રુઆરીના રોજ ચલથાણથી તાંતીથૈયા ગોકુલધામ સોસાયટી તરફ જતાં રોડ ઉપર આવેલ ખાડીમાં એક ટેન્કરમાંથી હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો નિકાલ કરતી વેળાએ ભગવાનભાઈ ભરવાડ અને ભરતભાઈ સાઠીયાનું મોત નીપજ્યું હતું. આ ઘટના દરમિયાન કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં આ કેમિકલ ઝગડીયાની પ્રહરિત પ્રિગ્મેંન્ટ કંપનીમાંથી આવ્યું હોવાનું જાણવા મળેલ હતું.

આ લોકો સામે ગુનો નોંધાયો
ચંદુભાઈ મનુભાઈ કોડિયા (રહે,અંકલેશ્વર) કેતનભાઈ હસમુખભાઈ કોડિયા (રહે,અંકલેશ્વર) રમેશભાઈ નાનજીભાઇ પડસાળા (રહે,અંકલેશ્વર) ગુંજનભાઈ ચંદુભાઈ કોડિયા (રહે,અંકલેશ્વર) હાર્દિક જીવરાજભાઈ કાકડિયા (રહે, લાલદરવાજા સુરત) ધનસુખભાઈ ચુનીભાઈ ભંડેરી (રહે,રાજકોટ કથિત રાજકોટના એક્સ મેયર અને મ્યુનિ. ફાયનાન્સ બોર્ડનો ચેરમેન) નીરજ કુમાર વિજય કુમાર છાજેડ(રહે.અંકલેશ્વર) મનોજ બાબુલાલ અગ્રવાલ(રહે.અંકલેશ્વર) અમિત રતિલાલ પટેલ(રહે.અંકલેશ્વર) ઇન્દ્રજીતસિંહ રાજપૂત (ટેન્કર ડ્રાઇવર,રહે.અંકલેશ્વ) બ્રિજેશસિંહ પ્રદીપસિંહ રાજપૂત(ટેન્કર ક્લીનર,રહે.અંકલેશ્વર) ભરતભાઈ ભરવાડ(રહે.સચિન) રાજુભાઇ ભરવાડ(મુખ્યસુત્રધાર,રહે.સચિન) ભગવાન ભરવાડ (મૃતક,રહે.ચલથાણ) ભરત સાઠીયા(મૃતક,રહે.સચિન)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો