તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરાના ફાયરિંગ કેસમાં અશરફ નાગોરી સામે ગુનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર,સુરત|રામપુરામાં અશરફ નાગોરી પર ફાયરિંગના બનાવમાં અમરોલી પોલીસે મહેતાબ સહિત બેને દબોચી લાલગેટ પોલીસને સોંપ્યા હતા. લાલગેટ પોલીસે મહેતાબની ફરિયાદ લઈને અશરફ સહિત બે સામે ગુનો નોંધ્યો છે.

મહેતાબ હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ
રામપુરમાં રહેતો માથાભારે અશરફ નાગોરી શનિવારે રાત્રે તેમના મિત્રો સાથે બેઠો હતો ત્યારે રાત્રે મહેતાબ ભૈયા અને તેનો ભાઈ હાસિમ ભૈયા સાગરીતો સાથે આવી અશરફ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ભાગ્યા હતા. આ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અશરફે નોંધાવેલી ફરિયાદ આધારે મહેતાબ અને તેના સાગરિતને દબોચી લાલગેટ પોલીસને હવાલે કર્યો હતો. જોકે મહેતાબને પગમાં ગોળી વાગી હોઈ પોલીસે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો છે. મહેતાબે પોલીસને જણાવ્યું કે પહેલા અશરફ નાગોરીએ ગોળી ચલાવી જેથી મહેતાબે પણ બચાવમાં અશરફ પર ફાયરિંગ કર્યુ હતું. આમ મહેતાબે પણ અશરફ નાગોરી સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે અશરફ નાગોરીને પકડી પાડી રિમાન્ડ મેળવ્યા હતા. હાલ સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, છેલ્લા છ મહિનાથી કોઈ બાબતે અશરફ અને મહેતાબ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે અવારનવાર ઘર્ષણ થાય છે.

હોસ્પિટલે પોલીસ ફરિયાદની વાત કરતા મહેતાબ ફરાર થઈ ગયો હતો | મહેતાબને થાપાના ભાગે ગોળી વાગતા તેણે લાલ દરવાજા પર તેના સાળાને ફોન કરીને બોલાવ્યો હતો. ત્યાંથી તેને આશુતોષ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની વાત થતા મહેતાબ સારવાર લીધા વિના ભાગીને સગરામપુરા ગયો હતો. ત્યાંથી કોસાડ આવાસ થઈને કોસંબા ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો