તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોડ ઉગાડવાની અને ઉછેરવાની માહિતી આપતી એપ બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્હેની પચ્ચીગર, વિદ્યાર્થિની

 આ પ્લાન્ટ મેટ વેબ એપ્લિકેશન માટે અમને 36 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં અમે ગર્વમેન્ટ વેબસાઇટ પરથી પ્લાન્ટ્સનો ડેટ કલેક્ટ કર્યો અને સાથે સાથે 15 થી 20 રીસર્ચ પેપરનો રેફરન્સ લઇને ડેટા બેઝ તૈયાર કર્યો. અને ત્યાર બાદ વેબ એપ્લિકેશન ડિઝાઇન કરી જેમાં ડેટાબેઝને ઇન્સર્ટ કરી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ આ વેબ એપનું રેકમેન્ડેશન મળે એવી રીતે વેબ ડિઝાઇનિંગ કરવામાં આવી હતી. આ વેબ એપ્લિકેશનનો અાઇડિયા અને સુરતમાં વધી રહેલા પોલ્યુશન અને હાલમાં વધી રહેલી ગરમીમાં વૃક્ષોની જરૂરીયાત પરથી આવ્યો હતો. જ્યારે અમારૂ આખુ ગૃપ જોગર્સ પાર્ક પર બેઠુ હતુ અને બપોરનાં સમયે વિચાર આવ્યો કે જો અહિં વધારે વૃક્ષો હોત તો ગરમીમાં ઘટાડો થઇ શક્યો હોત. માટે લોકોમાં પ્લાન્ટિંગને લઇને જાૃતતા વધારવા માટે આ વેબ એપ્લિકેશન બનાવી હતી.

6 વિદ્યાર્થીઓએ 36 કલાકમાં એપ બનાવી
ઓનલાઈન વિડિયો અને ફિલ્મ જોતી વખતે રેકમેન્ડેશન આવે છે તેવી રીતે આ એપ્લિકેશનમાં વિવિધ પ્લાન્ટ ઉગાડવાથી કેટલાં ફાયદા થાય છે અને તેને શા માટે ઉગાડવા જોઈએ? તેની માહિતી આપશે. સ્કેટ કોલેજના વિદ્યાર્થી સ્નેહી પચ્ચીગર, વિજય રાજય, વૈદિક દવે, શિવાની શર્મા અને અહેમદ ભેસાણિયા અને કેયુર પિરાનીએ 36 કલાકની મહેનત કરીને આ એપ્લિકેશન બનાવી હતી. વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને નેશનલ લેવલ પર પ્લેટફોર્મ મળી રહે તે માટે આયોજન થયું હતું.

આ રીતે કામ કરશે એપ્લિકેશન
પ્લાન્ટ ક્યાંથી મેળવી શકાય, જગ્યાનું લોકેશન.

પ્લાન્ટ ઇન્ડોર છે કે આઉટ ડોર એ જાણીને ક્યાં અને કેવી રીતે રોપવા એ વિશે ડિટેલ્ડ.

આસપાસનાં ટેમ્પ્રેચર પ્રમાણે કયા પ્લાન્ટ ઉગાડવા એની પણ માહિતી અાપશે.

ક્યારે કેટલા પ્રમાણમાં ખાતર અને પાણી આપવુ એનું પણ રીમાઇન્ડર સેટ કરી શકાશે.

ચેટ બોક્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં લોકો સાથે પ્લાન્ટનાં વિષય પર ચેટ પણ કરી શકાશે. અને એકબીજાનાં પોઇન્ટ્સ અને નોલેજ પણ શેર કરી શકાશે.

ક્યાં પ્લાન્ટને કેટલા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળશે, તેમજ માહિતનો ઓટોમેટેડ ચાર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પ્લાન્ટ વિશે જરૂરી એવી બધી જ માહિતી આપવામાં આવશે. જેનાંથી લોકોને પ્લાન્ટિંગ વિશે ગાઇડન્સ પણ મળશે અને કિચન ગાર્ડનિંગથી માહિતી આપશે.

અન્ય સમાચારો પણ છે...