તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટયાર્ડ મેરિઅટ મહિનાના બે દિવસ કોઝ ડે ઉજવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કોર્ટયાર્ડ મેરિઅટમાં શહેરની જાણીતી વ્યકતિને એંજલ ઓફ કોઝ તરીકે આમંત્રિત કરી કોઝ બોક્સમાં જમા થયેલી રકમ સામાજિક સંસ્થાઓને અપાશે. આ વિશે વાત કરતાં સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફએ જણાવ્યું કે આ કોઝ ડે પર શહેરની સંસ્થા કે વ્યકિતની જરૂરિયાતોની ચકાસણી કર્યા બાદ તેમાંથી ચાર-પાંચ વ્યક્તિને આમંત્રિત કરીશું. આ સાથે શહેરના જાણીતી વ્યક્તિઓને એન્જલ ફોર કોઝ તરીકે આમંત્રિત કરીશું. આ સાથે શહેરના જાણીતા કુકિંગ નિરંજના જોષી, કુકિંગ એકસપર્ટ અમિતા જોષી, લેખિકા એષા દાદાવાળા અને મેરિઅટની ઓથોરિટી હાજર રહેશે. આમંત્રિતો માટે જમવાનો ચાર્જ રહેશે નહીં. એંજલ ફોર કોઝમાં કોઝ બોક્સ મૂકાશે જેમાં ઇચ્છાપ્રમાણે હાજર મહેમાનો રકમ નાંખશે. આ રકમ આમંત્રિત મહેમાનોની હાજરીમાં ખોલી જે તે સંસ્થા કે વ્યકિતને આપવામાં આવશે. આગામી 9 જાન્યુઆરીએ પહેલો કોઝ ડે મનાવાશે. દર મહિને બે દિવસ કોઝ ડે ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...