તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

50 હજારની લેતીદેતીમાં દંપતીએ મહિલાની હત્યા કરી, દાગીના તફડાવી ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરા જીઆઇડીસીમાં ક્રિકેટ ગ્રાઉન્ડની આર.સી.એલ કોલોનીમાં બંધ રૂમમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પરિવારજનો જયારે મહિલાની શોધખોળ કરવા બુધવારેે કોલોનીમાં આવ્યા ત્યારે બંધ રૂમમાં પંખો અને લાઇટ ચાલુ હતી. જેથી પરિવારને શંકા જતા બારી ખોલીને જોતા મહિલાની લાશ પડી હતી. મહિલાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દંપતીએ મૃતક મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી રૂ. 10 હજાર અને મોબાઇલ લઈ લીધો હતો.આ અંગે પાંડેસરા પોલીસે મહિલાના પતિની ફરિયાદ લઈને દિનેશ દેવાશીષ રોય અને અર્પણા દિનેશ રોય સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પાંડેસરા આરસીએલ કોલોનીમાં રહેતા ફરાર દંપતીને શોધવા પોલીસ વડોદરા તેના વતનમાં રવાના થઈ છે. મૃતક મહિલા વર્ષાબેન રાજપૂત(50) બુધવારે પાંડેસરા જીઆઇડીસી આર.સી.એલ કોલોનીમાં એકાઉન્ટન્ટ્સની ઓફિસમાં સાફ-સફાઈનું કામ કરી ઓફિસની સામેના ફલેટમાં રહેતી અર્પણા રોય અને તેના પતિ દિનેશ રોય પાસે ઉછીના આપેલી 50 હજારની રકમ લેવા માટે ગઈ હતી.વર્ષાએ તેની બચતમાંથી દિનેશ રોયને 50 હજાર આપ્યા હતા.જે બાબતે મહિલાને દિનેશ છેલ્લા બે દિવસથી પૈસા આપવાનો વાયદો કરતો હતો. મૃતક વર્ષાબેન હત્યારા દિનેશ રોયની માતાની બહેનપણી હતી.

અન્ય સમાચારો પણ છે...