તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાયરસ 15 એપ્રીલથી 15મે વચ્ચે કાબૂમાં આવશે ઃ આ.પરાશરમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોના જેવા વાયરસ ડિસેમ્બરથી 15 માર્ચ સુધી ફેલાવાની શક્યતા રહે છે. ત્યારબાદ મીન રાશિના સૂર્યમાં ફેલાવો સ્થિર થાય છે અને 15 એપ્રીલથી 15 મે વચ્ચે કોરોના વાયરસનો નાશ થશે. સુરતના રાષ્ટ્રીય જ્યોતિષ પરિસંવાદમાં આચાર્ય પરાશરમે આ શબ્દો કહ્યાં હતા.

શહેરમાં 82મો રાષ્ટ્રીય જ્યોતિષ પરિસંવાદ આચાર્ય પરાશરમના અધ્યક્ષસ્થાને ચાલી રહ્યો છે, આ પ્રસંગે શનિવારે આચાર્ય પરાશરમે કહ્યું કે વિશ્વમાં કોરોનાનો ભય ફેલાયો છે. જે ડિસેમ્બર મહિનાથી રચાયેલા યોગોના કારણે છે. સ્વાઈન ફ્લુ, ડેન્ગ્યુ ચિકનગુનિયા અને હેપેટાઈટીસ સ્વાસ્થ્ય અને આંખોને નુકસાન કરતા રોગોના વાયરસ શીતળતા અને બાયોહેઝાર્ડને કારણે ઉદભવે છે.

આ વાયરસની કોઈ દવા નથી, પરંતુ જેમની જન્મકુંડળીમાં સૂર્ય કેન્દ્રમાં હોય, સ્વરાશિ સિંહનો કે ઉચ્ચ રાશિ મેષનો હોય તો કોરોનાનો ચેપ લાગે નહી. કોઈ સંજોગોમાં લાગે તો પણ સરળતાથી મટી જાય. જેમની કુંડળીમાં ષષ્ઠેશ એટલે કે રોગેશ સ્વરાશિનો ઉચ્ચનો કે યોગકર્તા હોય તેમને વિષાણુ અસર કરતા નથી. આ વાયરસનો ચેપ સામાન્ય રીતે જેમની કુંડળીમાં સૂર્ય નબળો હોય, ષષ્ઠેશ નબળો હોય, છઠ્ઠા સ્થાનનો સ્વામી નીચનો કે અસ્તનો હોય તેમને આવા રોગ થવાની શક્યતા રહે છે.

આ રોગથી ગભરાવાની જરૂર નથી. આ રોગની સારવારમાં શક્તિવર્ધક દવાની સાથે સૂર્યનો મંત્ર જપાકુસમસંકાશંના જાપ કરવાથી લાભ થાય છે. આ ઉપરાંત ષષ્ઠેશના મંત્રજાપ કે ગાયત્રીમંત્રના જાપ પણ કોરોનાથી બચવા કે કોરોનાના દર્દીને રાહત આપી શકે. આ માટે જે તે વ્યક્તિની જન્મકુંડળીનો પણ અભ્યાસ કરવો પડે છે. આ સાથે જ્યોતિષ પરિસંવાદમાં આજે રવિવારે જ્યોતિષાચાર્ય ડો.કેતન નાયક મિલકત સુખ અને આચાર્ય ગીરીશ પટેલ બીજા યોગો પર વિવેચન કરશે. જેમાં ચામરયોગ, શંખયોગ, દામોદરયોગ, દેવેન્દ્રયોગ સહિતના યોગો પર ચર્ચા થશે.

82માં રાષ્ટ્રીય જ્યોતિષ પરિસંવાદમાં પણ કોરોના પર ગ્રહોનું વિવેચન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો