તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત: શહેરીજનો બન્યા વધુ સજાગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરાના વાઈરસ સામે જનજાગૃતિ અને તકેદારી દ્વારા શહેર સુરક્ષિત બનાવવા રેલવે સ્ટેશન પર સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો છે. ટ્રેનોના કોચ અને બાંકડાઓને સેનિટાઈજ કરવામાં આવી રહ્યાં છે. કોર્ટમાં આવતા લોકો પણ કોરોનાથી બચવા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. સરકારે લોકોને ભીડભાડ વાળી જગ્યાએ નહીં જવા અપીલ કરી છે જેના ભાગરૂપે સિટી ભાસ્કરની ટીમે શહેરના વિવિધ જાહેર જગ્યાઓની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણી હતી.

કોરોનાની મહામારી વચ્ચે પણ શહેર સામાન્ય દિવસોની જેમ જ દોડી રહ્યું છે. પણ સાવચેતીના પગલે શહેરની જનો પોતાની સુરક્ષાનું ધ્યાન પણ રાખી રહ્યાં છે. જ્યાં જરૂરી નથી ત્યાં જવાથી બચી રહ્યા છે સુરતીઓ. ગાર્ડન, મોલ, સલૂન, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ, લાઇબ્રેરી કાફે બધી જ જગ્યાએ સાવચેતી રખાઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...