તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગાપોરથી આવેલી અને નવી સિવિલમાં દાખલ મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરતમાં વર્ષ દરમિયાન તૈયાર થતાં હીરા પૈકી 37 ટકા હોંગકોંગ જ્યારે 4 ટકા ચીનમાં જાય છે. 41 ટકા જેટલો વેપાર સીધો જ્યારે હોંગકોંગ-ચીન સાથે છે, ત્યારે કોરોનાની અસરના કારણે ત્યાંના માર્કેટમાં હમણાં વેકેશન છે. જેના કારણે પેમેન્ટ સાયકલને મસમોટી અસર થઈ છે. આ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા જણાવે છે કે, પ્રોડક્શન ઘટી ગયું છે. એવામાં રત્નકલાકારોને સાચવવા મર્યાદિત એકમધારકો દ્વારા કામકાજનો સમય થોડો ઘટાડી દીધો છે. હજુ સુધી રજાઓ આપવાની સ્થિતિ હાલ સર્જાય નથી. જ્યારે રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા જણાવે છે કે, પ્રોડક્શન ઘટી જવાના કારણે આ વખતે ઉનાળું વેકેશન લાંબુ પડે તેવી ચિંતા છે.

મર્યાદિત પ્રોડક્શનને કારણે નિર્ણય લેવાયો

રત્ન કલાકારોના કામના કલાકો ઘટાડવામાં આવ્યા

હેલ્થ રિપોર્ટર|સુરત

સિંગાપોરથી પરત ફરેલી વ્યારાની મહિલાને શંકાસ્પદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. અમદાવાદ ખાતે મહિલાના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જોકે સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

વ્યારા ખાતે રહેતી 39 વર્ષીય મહિલા 6 જાન્યુઆરીના રોજ સિંગાપોર ગયા હતા. તેઓ 7 માર્ચના રોજ સિંગાપોર થી ભારત પરત આવ્યા હતા. દરમિયાન એક અઠવાડિયાથી ખાંસીની અસર જણાતા વ્યારાની ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું. જોકે મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી શંકાસ્પદ લક્ષણો જણાતા મહિલાને બુધવારના રોજ સાંજે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રીફર કરાઈ હતી. જ્યાં મહિલાના સેમ્પલ લઇને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વ્યારામાંથી શંકાસ્પદ લક્ષણો સાથે મહિલાને દાખલ કરાતા એક તબક્કે જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં શહેરમાંથી 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સુરત જિલ્લામાંથી હજી સુધી એક પણ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો