કોરોના ઈફેક્ટથી મશીનરી મુંબઈ પોર્ટ પર અટવાઈ પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનથી બિલ ઓફ લેન્ડિંગ મળ્યું નથી

સુરત : કોરોનાની અસર સુરતના વિવિધ ઉદ્યોગો પર વર્તાઈ છે. ચીનથી 15 જાન્યુઆરી શીપમેન્ટમાં આવેલા કરોડો રૂપિયાના મુંબઈ આવી ચૂકેલા ટેક્સટાઈલ મશીનરીઓ પોર્ટ પર પડી છે, તેની ડિલીવરી ઉદ્યોગકારોને મળતી નથી. જેની પાછળનું મુખ્ય કારણ બિલ ઓફ લેન્ડિંગ ત્યાંની કંપનીઓ બંધ હોવાના કારણે કસ્ટમ વિભાગને મળી નથી. સુરત એમ્બ્રોયડરી મેન્યુફેક્ચરીંગ એસોસિએશનના પ્રમુખ સંદીપ દુગ્ગલ જણાવે છે કે,કરોડો રૂપિયાની એવી 150 કન્ટેનરથી વધુ મશીનો હોવાનો સુરતના ઉદ્યોગકારોનો અંદાજ છે. છેલ્લાં દોઢ માસમાં ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બે મોટા એક્ઝિબિશન થઈ ચૂક્યા છે. જેમાંનો એક ખાસ એમ્બ્રોયડરી ઉદ્યોગમાં નવી મશીનો આવે તે માટે યોજવામાં આવેલો સિટમી અને બીજો ઉદ્યોગ એક્ઝિબિશન કે જેમાં વીવીંગ, નિટીંગ સહિતના સેક્ટરની મશીનરીઓનો સારા પ્રમાણમાં ઓર્ડર સુરતમાંથી કોરિયા, ચીન સહિતના મેન્યુફેક્ચરર્સને મળ્યો છે. તા.15મી જાન્યુ.થી ચીનમાં ન્યુયરના કારણે 1 માસનું વેકેશન હોવાથી મેન્યુફેક્ચરર્સે સુરતમાંથી મળેલી ટેક્સટાઈલ મશીનરીઓનું એક મોટું કન્સાઈન્ટમેન્ટનું શીપમેન્ટ મોકલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...