તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં સમાવેશ અંગે સચીન પાલિકાના ઇનકારથી વિવાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

શહેર વિકાસ ખાતાએ સચીન અને કનકપુર પાલિકાને સુરત શહેરમાં જોડાવા માંગો છો કે નહીં તે અંગે ખાસ સામાન્ય સભા બોલાવી સ્પષ્ટ અભિપ્રાયની આપેલી સૂચનામાં સચિન પાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષે ઠરાવ સરક્યુલેટ કરી મનપામાં સમાવેશનો ઈનકાર કરતાં વિવાદ થયો છે. જ્યારે કનકપુર પાલિકાએ મનપામાં સમાવવાનો નિર્ણય કર્યો છે.

શહેર વિકાસ ખાતાના પત્રમાં શહેરમાં સમાવવાના સ્પષ્ટ અભિપ્રાય મંગાતા શુક્રવારે બપોરે 3.30 કલાકે કનકપુર પાલિકામાં ખાસ સભા બોલાવાઈ હતી. તેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે સુરત શહેરમાં જોડાવા સંમતિ આપી છે. જોકે, સચીન પાલિકાએ ઈન્કાર કર્યો છે. તેમાં પણ ખાસ સામાન્ય સભા બોલાવાને સ્થાને એજન્ડા સરક્યુલેટ કરી ઠરાવ કરાયો જેમાં 27 સભ્યોએ ના અને 1 સભ્યે હા પાડી છે. હદ વિસ્તારણ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં 19 ગામ, અને 2-પાલિકાને સમાવવા નિર્ણય કર્યો હતો. સ્થાયીમાં નિર્ણય બાદ સભામાં મંજુરી બાદ સરકારને મોકલાયો હોવા છતાં સચિન પાલિકાએ લીધેલા નિર્ણયથી વિવાદ થતા ભાજપમાં શિસ્તભંગની તલવાર લટકતી હોવાની ચર્ચા ચાલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો