તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News Controversy Arising Out Of The Proposal Of Six Rich Villages Of The District In The Smart Village Scheme 073631

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ વિલેજ યોજનામાં જિલ્લાના છસમૃધ્ધ ગામોની દરખાસ્ત આવતાં વિવાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ યોજનાનો લાભ લેવામાં પણ સુરત જિલ્લા પંચાયતના શાસકો કંજૂસાઈ કરીને સરકારના વ્હાલા થવા માટે પ્રાથમિક સુવિધા માટે રાહ જોઇ રહેલા ગામો સાથે અન્યાય કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. સરકારને યોજના હેઠળ વધુને ‌‌વધુ લાભ લેવાને બદલે જિલ્લા પંચાયતના શાસકોએ માત્ર છ ગામ માટે જ દરખાસ્ત મોકલી આપી છે.

જિલ્લા પંચાયત દ્વારા પલસાણા તાલુકાના તળોદરા, કરાર, ઉમરપાડા તાલુકાના ઉમરદા, ચોર્યાસી તાલુકાના મલગામા અને ઓલપાડ તાલુકાના વેલુક અને મુળદ ગામ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે.શાસકો ગામવાસીઓની સુવિધા વધારવાને બદલે સરકારની યોજનાનો લાભ લેવામાં પણ કંજૂસાઈ કરીને ખરેખર સુવિધાનો અભાવ છે તેવા ગામો સાથે અન્યાય કરવામાં આ‌વી રહ્યો છે. જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયક સવાલ ઉઠાવ્યો છે કે,જે ગામડાઓનો અલ્પ વિકાસ થયો છે એ ગામડાની ખરેખર પસંદગી કરી તેમની દરખાસ્ત સરકારમાં મોકલી આપી વધુને વધુ ગામડાઓને સ્માર્ટ વિલેજનો લાભ મળે એવું કરવું જોઈએ તેના બદલે સુરત જિલ્લાના 6 ગામડાઓને દરખાસ્ત મોકલી આપી ખરેખર જિલ્લાના નાગરિકોને અન્યાય કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનિય છે કે, 2017માં આ યોજના અંતર્ગત 17 ગામડાઓને સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તત્કાલિન સમય પણ ગ્રાન્ટની ફાળવણીના મુદ્દે વિવાદ સર્જાયો હતો તેની પાછળનું કારણ એવું હતું કે સરકારની ગ્રાન્ટ આવ્યા વિના સ્વ ભંડોળની રકમમાંથી 25 લાખ ડીડીઓ દ્વારા ફાળવી દેવાતા વિવાદ સર્જાયો હતો.

કઇ સુવિધા મળે છે

ગામડાઓમાં પર્યાવરણની જાળવણી સહિત રોડ, રસ્તા, ગટરની સુવિધા, ગુનામુક્ત અને રોગમુક્ત કરવાનું સુચારું આયોજન, ગામમાં સંપૂર્ણ વાઈફાઈની સુવિધા સાથે લોકોની સુખાકારી અને સુવિધાઓને કેન્દ્રમાં રાખીને લોકોને પૂરતી અને સમાન તકો આપવા સ્માર્ટ વિલેજની પસંદગી કરવામાં આવે છે. સ્માર્ટ વિલેજમાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય એ માટે એનઆઈટીના સિવિલ અને એન્વાયર્લમેન્ટ દ્વારા પીએચડી અને એમફીલ સ્ટુડન્ટો ગામડામાં મોકલી બેઝલાઈન સાથે સર્વે કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો