તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કોંગ્રેસ, અન્ય પાર્ટીઓ મોદી અને અમિત શાહને ટાર્ગેટ કરી રહ્યાં છે’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસમાં 35 વર્ષ સુધી યોગદાન આપી ભાજપમાં જોડાયેલા તેલંગાણા ભાજપના કમિટી મેમ્બર પી. સુધાકર રેડ્ડી શનિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કામકાજ કેવું છે એ મને ખબર છે. કોંગ્રેસ પાર્ટી પોતાની વાતો કરીને ભૂલી જાય છે.

પી. સુધાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા સતત 35 વર્ષ સુધી કોંગ્રેસમાં મારું યોગદાન રહ્યું છે. ‘સબ કા સાથ સબ કા વિકાસ’ના નતૃત્વ હેઠળ હું ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. નરેન્દ્ર મોદી અને અમિત શાહે વર્ષોથી દેશમાં જે સમસ્યાઓ હતી જેમકે કાશ્મીરમાંથી આર્ટિકલ-370 નાબૂદ કરી ત્યાં શાંતિનો માહોલ બનાવ્યો છે. અયોધ્યા કેસ, ટ્રિપલ તલાકનો મુદ્દો. આજ રીતે એક ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં એક મિડલ ક્લાસથી આવતા પી.એમ. કે જેઓ ચાની લારી ચલાવી પોતાના દેશને જ પોતાનું પરિવાર સમજી દેશના હિત માટે કામ કરતા આવ્યા છે. પણ કેટલીક વિરોધી પાર્ટીઓ પોતાની પાર્ટીને આગળ લાવવા માટે મંથન કરી રહ્યા છે. તાજેતરનું ઉદાહરણ કહીએ તો હાલમાં મહારાષ્ટ્રમાં થયેલી ચૂંટણીમાં ભાજપનો સાથ હતો પણ શિવસેનાએ છેડો ફાડી અલગ પાર્ટીઓ સાથે સત્તા બનાવી ભાજપને વિકાસની આગેકૂચ કરતા અટકાવ્યું છે. ચૂંટણી પહેલા એ જ પાર્ટી આ જ મુદ્દે (NRC, CAA)સમર્થન કરતી હતી અને હવે સત્તામાં આવવાથી વિરોધ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો