તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ સે વિશ્વાસ સ્કીમ: IDSમાં 45 ટકા ભરનાર કરદાતા ભેરવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોટબંધી અગાઉ આઇડીએસ (ઇન્કમ ડિકલેરેશન સ્કીમ)માં રૂપિયા જાહેર કરનારા અનેક માલેતુજારો આજે પસ્તાય રહ્યા છે. કેમકે વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં 30 ટકા રકમ ભરીને અનેક કરદાતા છટકી જશે, જેમાં અનેક કૌભાંડીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે આઇડીએસ હેઠળ અનેક કરદાતાઓએ 45 ટકા રકમ ભરી હતી. આમ, હાલની સ્કીમ 15 ટકા સુધી સસ્તી છે. એક આઇટી અધિકારીએ કહ્યુ કે, જે રકમ ત્રણ વર્ષ પહેલાં ભરાઈ એનું અત્યાર સુધીનું વ્યાજ જ મૂળ રકમ જેટલું થઈ ગયું હોત. એટલે કે વળતરની રીતે પણ આઇડીએસમાં જનારાઓ પસ્તાય રહ્યા છે.

હાલની સ્કીમમાં 30 ટકા જ ભરવાના છે

હાલની સ્કીમમાં ટેકસની 30 થી 32 ટકા રકમ જ ભરવાની છે. એટલે આઇડીએસ અને ત્યારબાદ પીએમકેજીવાય હેઠળ પણ કરદાતાઓએ ટેક્સ ભર્યો હતો. એટલે હાલની સ્કીમ સૌથી લાભકારી જણાઈ છે. સી.એ. મયંક દેસાઈ કહે છે કે આઇડીએસની સરખામણીમાં આ સ્કીમ સારી લાગી રહી છે.

ઇતિહાસની પહેલી સ્કીમ જેમાં રિફંડ મળે

મારા હિસાબે તો આ ઇતિહાસની પહેલી એવી સ્કીમ છે જેમાં રીફંડ સામેથી મળી રહ્યું છે. એટલે કે જે વધારાના રૂપિયા ભરાયા છે તે પરત મળવાના છે. > મિતેશ મોદી, સી.એ.

શહેરમાંથી 2100 કરોડ ડિકલેર કરાયા હતા, જેમાંથી 1700 કરોડ બિલ્ડરોના હતા, હાલની સ્કીમમાં 30 ટકા ભરવાના છે

અનેક બિલ્ડરોએ 200 કરોડથી વધુ જાહેર કર્યા હતા

આઇડીએસમાં અનેક બિલ્ડરોએ આઇડીએસ હેઠળ મસમોટી રકમ ડિકલેર કરી હતી. કેટલાંક બિલ્ડરોએ તો રૂપિયા 200 કરોડથી વધુની રકમ પણ જાહેર કરી હતી. જાહેર કરેલી રકમ પર 45 ટકા ટેક્સ તબક્કાવાર તમામે ભરી દીધો હતો. ખાસ કરીને બિલ્ડરોએ તો આવી સ્કીમનો લાભ લેવા માટે ભવિષ્યમાં જે પ્રોજેક્ટ તૈયાર થવાના છે તેને પણ આવરી લીધા હતા.
અન્ય સમાચારો પણ છે...