તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેકલ્ટીના ઇન્ટરવ્યૂમાં ગેરરીતિ આચરાયાની ફરિયાદ, ઇનચાર્જ રજિસ્ટ્રાર પણ ભરવાશે!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | SVNITમાં હાલમાં જ ઓડિટમાં લાલિયાવાડીના આરોપસર ડેપ્યુટી રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે ઇનચાર્જ રજિસ્ટ્રાર પર પણ તવાઈ આવે તેવી શક્યતા છે. હાલમાં તેઓ હાજર થયા હોવાથી હવે તેમના જવાબ બાદ સંસ્થા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. વિદ્યાર્થીઓના હકની રૂ.200 કરોડની ગ્રાન્ટ મેળવવામાં છેલ્લાં બે વર્ષથી નિષ્ફળ રહેલી SVNIT સામે માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ લાલ આંખ કરતાં સંસ્થાના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. છેલ્લાં આઠ વર્ષથી ઓડિટની કામગીરી યોગ્ય રીતે નહીં કરવા ઉપરાંત હિસાબી વહીવટમાં ચાલતી ગેરરીતિના અંગે એમએચઆરડી સમક્ષ ફરિયાદ કરાઈ હતી. ઉપરાંત સુરતે આવેલા એમએચઆરડી મંત્રી સત્યપાલ સિંધ સમક્ષ સત્તાધીશોએ હાલમાં લેવાયેલા ઇન્ટરવ્યૂમાં પણ વહાલાદવલાની નીતિ અપનાવી યોગ્ય ઉમેદવારોને અન્યાય કરીને પોતાના માનીતાને બેસાડી દેવામાં આવ્યા છે. આ ફરિયાદ બાદ એસવીએનઆઇટીનો મામલો ગરમાયો છે. તપાસ બાદ સંસ્થા ડાયરેક્ટર ગાંધીએ ડે. ઇન. રજિસ્ટ્રાર પતિજ શાહ, ઇન.રજિસ્ટ્રાર ડી.પી. વખારિયાને નોટિસ આપી હતી. આ નોટિસનો યોગ્ય જવાબ નહીં મળ્યો હોવાનું જણાવીને મંગળવારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...