તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહુલ ગાંધીની મોદી વિરુદ્ધ ટિપ્પણી સામે સુરતમાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી સામે મોઢવણિક સમાજ વતી સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરાઇ છે.સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ફરિયાદ મુજબ ગત 13મીએ રાહુલ ગાંધીએ બેંગ્લોરથી લગભગ 100 કિમી દૂર એક જાહેર સભામાં કહ્યું હતું કે બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે ? આટલું જ નહિ પણ રાફેલ વિમાન સોદા બાબતે જણાવ્યું હતું કે ચોકીદાર 100 % ચોર છે.સમગ્ર ભારતમાં \\\'મોદી\\\' અટકધારી મોઢવણિક સમાજ તરીકે 13 કરોડ લોકોનો હોવાનો દાવો કરાયો છે.ફરિયાદમાં કહેવાયું છે કે રાહુલ ગાંધીએ તેમને ચોર કહી અપમાનિત અને બદનામ કર્યા છે.આ કેસમાં ફરિયાદીના વકીલ હસમુખ લાલવાલાએ જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી જાહેરમાં માફી માંગી લે તો પણ કેસ આગળ વધારવો કે નહિ એ ફરિયાદી પર નિર્ભર કરે છે.ઉલ્લેખનીય છે કે ફરિયાદી તરફે હસમુખ લાલવાલા ઉપરાંત એડવોકેટ શૈલેષ પવાર અને માયા વોરાએ પણ ફરિયાદને અનુરૂપ તથ્યો ભેગા કર્યા હતા.

2 વર્ષ સુધીની સજાની જોગવાઈ
રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ખાનગી ફોજદારી ફરિયાદના અનુસંધાનમાં ચાલનારી કોર્ટ કાર્યવાહીમાં જો આરોપી કસૂરવાર પુરવાર થાય તો 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ હોવાનું ફરિયાદીના વકીલ હસમુખ લાલવાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...