તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના વેપારી સાથે ઠગાઇ કરનાર બેંગ્લુરૂના પિતા- પુત્ર સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિંગરોડ પર આવેલી જે.જે માર્કેટના વેપારી પાસેથી ઉધારમાં કાપડ લીધા બાદ તેના નાણા નહીં ચુકવીને છેતરપિંડી કરનાર બેંગ્લુરૂની ગજબાલા સિલ્કના સંચાલક પિતા પુત્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

સારોલી વૃંદાવન રેસડન્સીમાં રહેતા શ્રાવણકુમાર રામનિવાસ ચૌધરી રિંગરોડ સ્થિત જે.જે. એસી ટેક્ષટાઇલ માર્કેટમાં વિનાયક ફેશન ના નામે કાપડનો ધંધો કરે છે.આ ધંધાનું સંચાલન તેમની સાથે સંજય સોહનલાલ મુંદરા પણ કરે છે.વર્ષ 2018માં સંજયને એક પરિચિત વેપારીએ સુરેશ રામવિલા મહેશ્વરી તથા તેના પુત્ર લલીત સાથે મુલાકાત કરવી હતી. આ પિતા પુત્ર ગોડાદરામાં આવેલી સંસ્કૃતિ ટેક્ષટાઇલ માર્કેટમાં લક્ષ્મી ટેક્ષટાઇલ તથા બેંગ્લુરૂ ખાતે આર.ટી.સ્ટ્રીટ બી.વી.કે. અયંગરમાં ગજબાલા સિલ્કના નામે પેઢી ચલાવતા હોવાનો પરિચય આપ્યો હતો.સંજય મહેશ્વરીનો વિશ્વાસ કેળવી લીધા બાદ આ પિતા પુત્ર એ તા.15-10-2018ના રોજ રૂ.13,49,193ની કિંમતની સાડીઓ 30 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે ઉધારમાં ખરીદ્યું હતું. તેમજ સંજય મહેશ્વરીએ અન્ય વેપારી પાસેથી રૂ.52,400ની સાડી અપાવી હતી. આ નાણા પણ નહીં ચૂકવા પિતા પુત્રએ વેપારી સંજય અને શ્રાવણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો