બોગસ ફર્મના નામે ગુમ ચેકો જમા કરાવી 2.68 લાખ ઉપાડી લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બીજાની ફર્મના નામે બોગસ એકાઉન્ટ ખોલીને ગુમ થયેલા ચેક બોગસ ખાતામાં જમા કરી 2.68 લાખ ઉપાડી લેતા ગુનો નોંધાયો છે.

લિંબાયતમાં બજરંગનગરમાં રહેતો પ્રકાશચંદ્ર જૈન લિંબાયતમાં શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. એક વર્ષ પહેલાં તેની ફર્મના નામના ચેક ખોવાઈ જતાં લિંબાયત પોલીસમાં અરજી કરી હતી. અરજીની તપાસ લાંબી ચાલી હતી. તપાસમાં ખબર પડી કે, પ્રકાશચંદ્રની ફર્મના નામે સલાબતપુરામાં એસોસિએટ કો.-ઓ. બેંકમાં કોઈએ બોગસ એકાઉન્ટ ખોલાવ્યું છે. તેમાં ખોવાયેલા ચેક જમા કરાવીને 2.68 લાખ ઉપાડી લીધા છે. પોલીસ તપાસમાં બોગસ ખાતું ખોલાવનાર નંદકિશોર દાયમા(રહે. નંદનવન-3,વીઆઈપી રોડ)નું સામે આ‌વ્યું હતું. પ્રકાશચંદ્રએ જણાવ્યું કે નંદકિશોરને ઓળખતો પણ નથી છતા તેની ફર્મના નામે બોગસ ખાતું ખોલાવ્યું. પ્રકાશચંદ્રએ નંદકિશોર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...