તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટર ક્વાર્ટર્સમાંથી ધોળે દિવસે સીએમઓના મોબાઇલની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બે સિક્યુરિટી એજન્સીઓ સિક્યુરીટીની ફરજ બજાવે છે. જોકે બન્ને સિક્યુરિટી એજન્સીઓના સિક્યુરિટી ગાર્ડની નજર ચુકવીને કોઈક અજાણ્યા ડોક્ટર ક્વાર્ટસમાં તબીબનાં મકાનમાં ઘુસીને બે મોબાઈલ ફોનની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. ધોળે દિવસે બનેલી ચોરીની આ ઘટનાને પગલે તબીબોની સલામતી સામે પણ સવાલો ઉભા થયા છે.

નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ક્વાર્ટસમાં રહેતા ડો.રાજીવ દેવ બર્મન(49) સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. રવિવારે બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા દરમિયાન તેઓ ઘરમાં આરામ કરતા હતા. દરમિયાન કોઈક અજાણ્યો સિવિલ કેમ્પસમાં સિક્યુરીટીની ફરજ બજાવતી બે સિક્યુરિટી એજન્સીઓના જાંબાઝ જવાનોની નજર ચુકવીને તેમના મકાનમાં પ્રવેશ્યો હતો અને પલંગ પર મુકેલા બે મોબાઈલ ફોન તફડાવીને પલાયન થઈ ગયો હતો. 2 વાગ્યે ડો. રાજીવ બર્મન પોતાના મોબાઈલ ફોન લેવા જતા તેમને બન્ને મોબાઈલ ફોન ચોરી થયા હોવાની જાણ થઈ હતી. જેથી તેઓ બહાર તપાસ કરવા દોડી ગયા હતા. જોકે તેમને ચોર તો શું સિક્યુરિટી ગાર્ડ પણ બહાર નજરે પડ્યો ન હતો. આખરે તેમણે ખટોદરા પોલીસ મથકમાં બન્ને મોબાઈલ ફોન ચોરી થયા હોવાની ફરીયાદ કરી હતી. સામાન્ય વ્હીલ ચેર લઈ જતા દર્દીના સગા સંબંધીઓ સાથે તેમજ સારવાર માટે આવતા દર્દીઓ સાથે અવાર નવાર ઘર્ષણમાં ઉતરતા સિક્યુરિટી જવાનોની સિક્યુરિટી સામે આ બનાવને પગલે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...