તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપડઉદ્યોગને આરસેપ કરારમાંથી બાકાત રાખવા CMને રજૂઆત કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ભારત સરકાર નવેમ્બરમાં ચાઈના સહિત 14 એશિયન દેશો સાથે રિજનલ કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ(આરસેપ) કરવા જઈ રહી છે. જેની ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રિઝમાં 60 ટકા ફાળો ધરાવતા વીવીંગ એકમોની આગેવાની કરતી સંસ્થાઓને જાણ નથી. નવેમ્બરમાં જો આરસેપ કરાર થઈ જાય તો ચાઈના જે વાયા-વાયા કપડું મોકલે છે. તે સીધું ઝીરો ડ્યુટીમાં ભારત મોકલતું થઈ જશે. સુરત જ નહીં દેશભરની કાપડ ઈન્ડસ્ટ્રિઝને મોટું નુકશાન થશે. આરસેપ કરારનો વિરોધ કેન્દ્ર સરકાર લેવલે નોંધાવવાનું શરૂ કરી દેવાયું છે.

ચેમ્બરમાં મળેલી મીટિંગમાં થયેલા નિર્ણય પ્રમાણે, એસજીસીસીઆઈ આરસેપ કરારને લઈને અન્ય ચેમ્બર સાથે મીટીંગ કરશે. આ ઉપરાંત ભારતીય ટેક્સટાઇલમાં 60 ટકા ભાગ ધરાવતા સુરતના ઉદ્યોગકારો શહેરના બે સાંસદો સહિત મુખ્યમંત્રી રૂપાણીને મળીને આરસેપ કરારમાંથી ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝને બાકાત રાખે તે માટે કેન્દ્રમાં રજૂઆત કરવા માંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...