લસકાણામાં 200 એકમો બંધ,કાપડનું ઉત્પાદન ઠપ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામના સમય દરમિયાન લસકાણાની ક્રિષ્ના ઈન્ડસ્ટ્રિઝના એક કારીગરનું તા.7મી ફેબ્રુઆરીએ મોત થતા કારીગરોએ વળતરની માંગ કરીને ક્રિષ્ના ઈન્ડસ્ટ્રિઝના 200 જેટલા એકમોને બાનમાં લીધા છે. એક અઠવાડિયાથી એકમો શરૂ નહીં થતાં 15 લાખ મીટર કાપડનું પ્રોડક્શન અટક્યું છે.શુક્રવારે સવારે કાપડ પ્રોડક્શનનું મશીન પર કામ કરી રહેલા એક કારીગરનું મોત થતા કારીગરો આગેવાનોએ મૃત પામનારા કારીગરના પરિવારને વળતર ચુકવવા માટેની માંગણી કરીને એકમો બંધ કરાવ્યા છે. આ અંગે આંજણા વીવર્સ સોસાયટીના આગેવાન વિજય માંગુકિયા જણાવે છે કે, ક્રિષ્ના ઈન્ડસ્ટ્રિઝમાં એકમો કારીગરોએ એક અઠવાડિયાથી બંધ કરાવ્યા છે. 7 તારીખથી બંધ કારખાના 14 ફેબ્રુઆરી સુધી શરૂ નથી થયા અંદાજે 15 લાખ મીટરના પ્રોડક્શનને મોટી અસર થઈ છે. કારીગરનું મોત કુદરતી છતાં કારખાનેદાર વળતર ચુકવવા તૈયાર છે.તેની સામે શરત એવી છે કે કારીગરનો પરિવાર આવીને વળતરની રકમ સ્વીકારે. જોકે, કારીગર વર્ગ દ્વારા 25 લાખની માંગ કરવામાં આવી રહી છે. તેમજ ચેકમાં વળતર સ્વીકારવા ઈન્કાર કરીને સમગ્ર ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીને બાનમાં લીધી છે. કારીગરોને સમજાવટ કરતાં એક અઠવાડિયામાં 4 મીટીંગો મળી ચૂકી છે તેમ છતાં સમાધાન થયું નથી.

કારીગરનું મોત થતાં 7 દિવસથી હંગામો
અન્ય સમાચારો પણ છે...