ડિંડોલીમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનું યુવકે અપહરણ કર્યું, કિશોરી 1.84 લાખ લઈ ગઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિંડોલી વિસ્તારમાંથી એક યુવક 13 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. કિશોરીએ પોતાના ઘરમાંથી રોકડા એક લાખ રૂપિયા અને સોનાના ઘરેણાં મળીને કુલ 1.84 લાખ રૂપિયાની મતા ચોરી કરી હતી.

ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલીમાં ખરવાસા રોડ પર શ્રી રેસિડેન્સીમાં રહેતા અમન વિજય તિવારીએ ડિંડોલી વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરી અનામિકા( નામ બદલ્યું છે)ને પ્રેમજાળમાં ફસાવી હતી. અનામિકા સ્થાનિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. ગુરુવારે અમન અનામિકાનું અપહરણ કરીને નાસી ગયો હતો. અનામિકા ઘરેથી નિકળી ત્યારે ઘરમાંથી રોકડા એક લાખ રૂપિયા અને સોનાના ઘરેણાં ચોરી કર્યા હતા.

અનામિકાના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. અનામિકાના પરિવારજનોને ખબર પડી કે અમન તિવારીએ તેનું અપહરણ કર્યું છે એટલે અનામિકાના પિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમન વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...