તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટીલાઈટની ઘટના BRTSએ કાપડના વેપારીને અડફેટે લેતાં ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીલાઈટની ઘટના BRTSએ કાપડના વેપારીને અડફેટે લેતાં ઘાયલ
સુરત | છત્તીસગઢ ખાતે રહેતા મનીષભાઈ જેઠુભાઈ વૈષ્ણવ(34) છત્તીસગઢ ખાતે કાપડનો વેપાર કરે છે. તેઓ 3 દિવસ પહેલા સિટીલાઈટ સ્પ્રિંગવેલી એપાર્ટમેન્ટ ખાતે રહેતા બહેન-બનેવીના ઘરે આવ્યા હતા. શનિવારે સવારે તેઓ બનેવીના ઘરેથી પગપાળા ફરવા માટે નીકળ્યા હતા. તેઓ સિટીલાઈટ ચાઈના ગેટ બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસ રૂટમાં ચાલતા ચાલતા જતા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસના ડ્રાઈવરે તેમને ટક્કર મારી હતી અને નાસી છૂટ્યો હતો. બસ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા મનીષભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે ખટોદરા પોલીસ સમક્ષ બીઆરટીએસના બસ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી. મનીષભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...