તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઈના ટુ સુરત : કોરોના દહેશતથી ફેક્ટરીમાં માસ્ક પહેરી કામ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાઇનાથી શરૂ થઈ અને દુનિયાના ઘણા બધા દેશોમાં કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ તેમાં ચિંતિત છે તેની અસર હીરાઉદ્યોગની આર્થિક સ્થિતિ પર જોવા મળી રહી છે. પરંતુ શારિરીક રીતે હજુ કોરોના વાઇરસ આપણા સુધી પહોંચ્યો નથી. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં નથી તેવું કહી શકાય. પરંતુ નથી તેનો અર્થ એવો પણ નથી કે આપણે સાવચેતી રાખવી જોઈએ નહીં તે વાતને ધ્યાનમાં રાખીને વરાછા વિસ્તારના કેટલાક હીરાના કારખાનાઓમાં કારીગરો સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરીને દિવસ દરમિયાન કામ કરતા જોવા મળી રહ્યા છે. વરાછા મેઇન રોડ રિલાયન્સ ફ્રેશની બાજુમાં આવેલ વૃંદાવન બિલ્ડિંગના બીજા માળ પર ચાલતા એક નાના કારખાનાના બધા જ કારીગરો દિવસ દરમિયાન માસ્ક પહેરીને બેસે છે. કારીગરો ઉપરાંત શેઠ, મેનેજર અને વોચમેન સહિતના તમામ કર્મચારીઓ દિવસ દરમિયાન માસ્ક પહેરી રાખે છે. નાની ફેક્ટરીથી શરૂઆત થઇ છે હવે લગભગ મોટાભાગના કારખાના અને મોટી ફેક્ટરીઓમાં પણ હવે આ રીતે કારીગરો કામ કરતા જોવા મળશે.

સુરક્ષા માટે હંમેશા જાગૃત રહેવું

સરકાર કોઈ નિયમ બનાવે અથવા આવી કોઈ બાબતમાં પ્રેશર કરે અને પછી આપણે કામ કરીએ તેના કરતા સ્વૈચ્છિક રીતે સાવચેતીના ભાગ રૂપે આપણે આપણી સુરક્ષા માટે બને તેટલો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અમારા કારખાનામાં અમે બધાએ માસ્ક પહેરીને કામની શરૂઆત કરી છે. > તેજસ મોદી, કારખાનેદાર

સ્વૈચ્છિક માસ્ક પહેરવું ઉત્તમ કહેવાય

અમારા એસોસિએશન દ્વારા હજુ કોઈ એવો મેસેજ મોકલ્યો નથી પરંતુ સ્વૈચ્છિક રીતે જો કોઈ લોકો માસ્ક પહેરીને કામ કરતા હોય તો તે ખૂબ જ ઉત્તમ કહેવાય, આવનારા દિવસોમાં સરકાર દ્વારા મોટા મેળવવો નહીં કરવા જેવી અનેક બાબતોની ગાઈડલાઈન આવી શકે છે પરંતુ જે લોકોએ સ્વૈચ્છિક રીતે શરૂઆત કરી દીધી છે તે સરાહનીય કહેવાય.
> બાબુભાઈ કથીરિયા, પ્રમુખ, ડાયમંડ એસો.

_photocaption_સાવચેતીના ભાગ રૂપે જે કરી શકાય તે કરવુ જોઇએ. તે મુજબ વરાછા વિસ્તારમાં કેટલાક ડાયમંડ કારખાનાઓમાં કામ કરતા કારીગરો, શેઠ, મેનેજર અને વોચમેન વગેરે માસ્ક પહેરીને કામ કરતા જોવા મળે છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો