તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી બચાવો થીમ પર બાળકોએ 20 કૃતિ રજૂ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓનો સ્ટેજનો ભય દૂર થાય અને પોતાની આવડત રજૂ કરવાની તક મળી રહે તે હેતુથી ‘રસોત્સવ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે શાળાના સાંસ્કૃતિક ભવનમાં યોજવામાં આવ્યો હતો. આ વર્ષે આ કાર્યક્રમની થીમ ‘પાણી બચાવો’ રાખવામાં આવી હતી. આ કાર્યક્ર્મ અંતર્ગત વિદ્યાર્થીઓએ થીમ આધારિત વિવિધ રસને પ્રસ્તૃત કરતી કુલ ૨૦ જેટલી કૃત્તિઓ રજુ કરી, જેમાં વર્ષાગીત, કઠપૂતળી ડાન્સ, પીરામીડ, નાટક, એક પાત્રીય અભિનય, અભિનય ગીતો મુખ્ય હતા. તેમજ પાણી આધારિત પ્રેઝન્ટેશન અને વીડીયો ક્લીપ દર્શાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...